ગાંધીનગર જિલ્લામાં ઠંડીમાં ઠુંઠવાયો કોરોના, માત્ર ૧૭ નવા કેસો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-08 11:34:07
  • Views : 281
  • Modified Date : 2021-01-08 11:34:07

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં  ૯ કોરોના
પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં ૪ તેમજ દહેગામ શહેરમાં ૩ કેસો નોંધાયા છે. ગાંધીનગર શહેરમાં નવા ૮ કેસો નોંધાતાં ગાંધીનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના ૧૭ કેસો નોંધાય  છે.
ગાંધીનગર ગ્રામ્યમાં  
ગુરૂવારે નોંધાયેલાં ૯ કેસોમાંથી ગાંધીનગર તાલુકામાં જ ૪ કેસો નોંધાયાં છે.  પેથાપુરમાં ૨ તેમજ અડાલજ અને ઝુંડાલમાં એક એક નવા કેસો નોંધાયાં છે.  માણસા તાલુકાનાં વિહાર અને ખરણામાં નવા એક એક કેસો નોંધાયા છે. કલોલ તાલુકામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે દહેગામ શહેરમાં  નોંધાયેલાં ૩ કેસોમાં ૨૫ વર્ષીય યુવાનો અને ૬૯ વર્ષીય વૃદ્ધા કોરોનાથી સંક્રમિત થયાં છે. આ સાથે ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં એક્ટીવ દર્દીઓની સંખ્યા ઘટીને ૭૯ થઈ ગઈ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આજે ૧૫ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ ૩૭૯૦ દર્દીઓને રજા આપવામાં આવી છે.   
ગાંધીનગર શહેરમાં  ૮ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં છે. જેમાં સેક્ટર ૩૦માં ૪ તેમજ સેક્ટર ૨૨માં નવા ૨ કેસો નોંધાયા છે. જ્યારે સેક્ટર ૧ અને ૨માં નવા એક એક કેસો નોંધાયાં છે. ગાંધીનગર શહેરમાં  ૧૩ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

Download Our B K News Today App



Related News