સિવિલના સ્ટાફ બ્રધરનું કોરોનામાં મોત, સ્ટાફે શ્રદ્ધાંજલિ આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-29 11:37:08
  • Views : 312
  • Modified Date : 2021-01-29 11:37:08

ગાંધીનગર સિવિલમાં ફરજ બજાવતા સ્ટાફ બ્રધરનુ કોરોના વાયરસના કારણે મોત થયુ છે. સિવિલમાં ફરજ બજાવતા કર્મચારીનંુ મોત થયંુ હોય તેવો પહેલો બનાવ બન્યો છે. ત્યારે આજે મૃતક કર્મચારીને સિવિલના સ્ટાફ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બીજી તરફ સરકાર દ્વારા મૃતકના પરિવારને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હતા. તબીબ, સ્ટાફ બ્રધર, નર્સ સહિતના ૧૦૦ જેટલા કર્મચારીઓ ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થયા હતા. પરંતુ કોરોના સમયકાળમાં સિવિલમાં ફરજ દરમિયાન પહેલા કર્મચારીનંુ મોત થયુ છે. કોવીડ ઓપીડીમાં અલ્પેશ શામળભાઇ પરમાર ફરજ બજાવતા હતા. અલ્પેશ છેલ્લા ૧૦ વર્ષથી સિવિલમાં સ્ટાફ બ્રધર તરીકે નોકરી કરતો હતો. ફરજ દરમિયાન જ મોત થતા અન્ય કર્મચારીઓમા પણ ફેલાઇ ગયો હતો. સતત નોકરી દરમિયાન એક પણ કર્મચારી મોતને ભેટ્યો ન હતો. એક સમય માટે ગાંધીનગર સિવિલમાં અમદાવાદ અને અન્ય જિલ્લાના દર્દીઓને સારવાર અર્થે લાવવામાં આવતા હતો તેવા સમયમાં સિવિલના સ્ટાફ દ્વારા ખડેપગે રહીને ફરજ બજાવી હતી. ત્યારે કોવીડ વોર્ડમાં ફરજ દરમિયાન મોત થતા સિવિલનો સ્ટાફમાં શોકનું મોજુ ફરી વળ્યું હતંુ. ત્યારે મૃતક
અલ્પેશને સિવિલના તમામ સ્ટાફ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બીજી તરફ મૃતકના
પરિવારજનોને સરકાર દ્વારા સહાય આપવામા આવે તેવી માંગ કરાઇ હતી.

Download Our B K News Today App



Related News