ગુજરાતનું પાટનગર કોરોના કેસમાં ચોથા ક્રમે...! પાટનગર ગાંધીનગર કેવી રીતે થયું કોરોનાગ્રસ્ત..?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 11:37:37
  • Views : 578
  • Modified Date : 2020-06-13 11:37:37

(મહિતોષ જયસ્વાલ, ગાંધીનગર)
ગુજરાતના ૮ મહાનગરોમાં ગાંધીનગર શહેરનો વિસ્તાર અને વસ્તી ખૂબ ઓછી છે. અંદાજીત ૩ લાખ જેટલા લોકો ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં રહે છે. આમ છતાં ગાંધીનગર શહેર અને જિલ્લો કોરોના કેસોની યાદીમાં રાજ્યમાં ચોથા નંબરે છે. ગાંધીનગર જિલ્લાના તાલુકાઓમાં ૨૫૯ કોરોના
પોઝીટીવ  કેસ નોંધાયા છે. જેમાં ૧૭ લોકોના મોત થયા છે.
શહેરમાં દુબઈથી આવેલા યુવકના કારણે શરૂઆતના ગાળામાં ૧૪ કેસ નોંધાયા હતા. જેને લઇને સમગ્ર શહેર ભયભીત થઈ ગયું હતું. અમદાવાદ કનેક્શનને કારણે હાલમાં પણ મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ગાંધીનગર શહેરમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલને કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં ગાંધીનગર ઉપરાંત અમદાવાદ અને અન્ય જિલ્લાના દર્દીઓ પણ સારવાર લઇ રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં કોરોના વોરિયર્સ કહેવાય તેવા પોલીસ, પત્રકાર અને હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ, નર્સ અને વર્ગ-૪ ના કર્મચારીઓ સંક્રમિત થઈ ચુક્યા છે.
ગુજરાતનું પાટનગર ગાંધીનગર સૌથી વધુ ગ્રીનરી ધરાવતું શહેર છે, ત્યાં પ્રદુષણની માત્રા સાવ ઓછી છે. ગાંધીનગરની બાંધણી પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી જ છે, એટલે કે મકાનોની બાંધણી અને સેક્ટર પણ
દૂર-દૂર આવેલાં છે. આમ છતાં ગાંધીનગર કોરોનાગ્રસ્ત બન્યું હતું. સત્તાવાળાઓએ પહેલેથી જ સાવધાની રાખી હોત તો આટલા બધા કેસ ન આવત. રાજ્ય સરકારે પણ ગાંધીનગરમાં સચિવાયલનું કામકાજ ચાલુ રાખ્યું હતું. દિવસમાં ચાર વખત રાજ્ય સરકાર દ્વારા પત્રકાર પરિષદ યોજાતી હતી. સવારે ૧૦ વાગ્યે આરોગ્ય અગ્રસચિવ જંયતિ રવિની પ્રેસ
કોન્ફરન્સ, બપોરે ૨ વાગ્યે ઝ્રર્સ્ં અશ્વિનીકુમારની પત્રકાર પરિષદ યોજાતી હતી, બપોરે ૩.૩૦ વાગ્યેDGP પત્રકાર
પરિષદ કરતા હતા, અને સાંજે ફરીથી ૭.૩૦ વાગ્યે જયંતિ રવિ પત્રકાર પરિષદ કરીને માહિતી આપતા હતા. ડિજિટલ યુગમાં અને કોરોના વાઇરસ જેવી વૈશ્વિક મહામારી છતાં ચાર વખત પ્રેસ બ્રિફિંગ થતું હતું. તેમાં અમદાવાદથી પત્રકારો જતા હતા. સચિવાલયનું કામ પણ શરૂ હતું. અમદાવાદથી અસંખ્ય લોકો સચિવાલયમાં કામ લઈને જતા હતા અને પાછા આવતા હતા. આમ ગાંધીનગરનું અમદાવાદ કનેક્શન રહેવાને કારણે ગાંધીનગર કોરોનાગ્રસ્ત થયું છે. જેથી તંત્રની નિષ્ફળતાને કારણે જ ગાંધીનગરમાં કોરોના ફેલાયો હતો.

મહાપાલિકાના વિપક્ષના નેતાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો
અમદાવાદથી અવરજવર ચાલુ રહેતા કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો હતો. જેને લઇને મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ મુખ્યપ્રધાનને પત્ર લખીને ગાંધીનગર શહેરની સરહદો સીલ કરવા અંગે કહ્યુ હતુ, જેથી માત્ર ‘ચ’ રોડ શરૂ રખાયો હતો.
ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસ નાબૂદ થઈ ગયો હતો. એક પણ કેસ એક્ટિવ નહોતો, જેને લઇને ગાંધીનગર શહેર કોરોનામુક્ત થઈ ગયું હતું, પરંતુ
પુનઃઅમદાવાદ સાથે કનેક્શન થતા ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસના કેસનો રાફડો ફાટયો હતો. જેને લઇને માત્ર ‘ચֹ’ રોડ શરૂ રાખવાનો નિર્ણય કરાયો હતો, જ્યારે ગાંધીનગરમાં જતાં તમામ રોડને ફરીથી બંધ કરી દેવામાં આવ્યા હતા.

પહેલો કેસ ૧૮ માર્ચના રોજ દુબઈથી આવેલા વ્યક્તિનો નોંધાયો હતો
ગાંધીનગરના સેક્ટર-૨૯ માં રહેતો ઉમંગ પટેલ નામનો યુવક દુબઈ ગયો હતો, જ્યાંથી તે પરત આવ્યા બાદ સંક્રમિત હોવાનું માલુમ પડ્‌યું હતું. ગત ૧૮ માર્ચના રોજ ગાંધીનગર શહેર અને જિલ્લામાં આ એકમાત્ર પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ આ યુવકના પરિવારજનો અને સંબંધીઓ સહિત ૧૧ લોકો સંક્રમિત થતાં ગાંધીનગરને રેડ ઝોનમાં મૂકી દેવામાં આવ્યું હતું.

ગાંધીનગર શહેરમાં પહેલું મોત સેક્ટર-૨૯ અને ગ્રામ્યમાં કોલવડામાં થયું હતું
ગાંધીનગર શહેરમાં સેક્ટર-૨૯ માં દુબઇથી આવેલા યુવકને કારણે
પોતાના ૮૨ વર્ષીય દાદા સંક્રમિત થયા હતા. જેમને ગાંધીનગર સિવિલ
હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા, પરંતુ તેઓ આ કોરોનાને મ્હાત આપી શક્યા નહોતા અને તેમનું મોત થયું હતું. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ગાંધીનગર તાલુકાના કોલવડા ગામમાં રહેતી ૫૨ વર્ષીય મહિલાનું મોત થયું હતું.


કોરોના કાળમાં કલેક્ટરનું કડક જાહેરનામુ
ગાંધીનગર શહેરમાં કોરોના પોઝીટીવ કેસમાં વધારો થયા બાદ કલેક્ટર દ્વારા બે વખત જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં પહેલી વખત આવશ્યક સેવાઓને શરૂ રાખવાનો આદેશ કર્યો હતો. જેમાં શાકભાજી અને કરિયાણાની દુકાનનો પણ સમાવેશ થતો હતો, પરંતુ કેસ વધતા તેની ગંભીરતાને લઇને માત્ર મેડિકલ અને દૂધ પાર્લર જ ખોલવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર શહેર અને કલોલ શહેરનો સમાવેશ કર્યો હતો, જેને લઇને દહેગામ અને માણસા નગરપાલિકા દ્વારા પણ તેનો અમલ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર સહિત તાલુકાઓમાં નોંધાયેલા કેસની વિગત..!
જિલ્લાના ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજદિન સુધીમાં ૨૫૯ કેસ સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં ૧૦૧ કેસમાં ૬ મોત, દહેગામમાં ૩૨ કેસ અને ૫ મોત, માણસામાં ૨૬ કેસ અને ૧ મોત અને કલોલમાં ૧૦૦ કેસ અને ૫ મોત થયા છે.સંક્રમિત થતાં ગાંધીનગરને રેડ ઝોનમાં મૂકી દેવામાં આવ્યું હતું.

ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં ૧૪૬ કેસ અને ૪ મોત
ગાંધીનગર શહેરમાં આવેલા તમામ ૧ થી ૩૦ સેક્ટરમાં કોરોનાના કેસ નોંધાઈ ચુક્યા છે. મહાપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ગામડાઓમાં આદીવાડા અને બાસણનો સમાવેશ થતો નથી. તે સિવાયના તમામ સેક્ટર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના કેસ નોંધાઈ ચુકયા છે. જેમાં આજદિન સુધી ગાંધીનગર શહેરમાં ૧૪૬ કેસ અને ૪ મોત નોંધાઈ ચુક્યા છે, જ્યારે ૧૦૨  લોકો કોરોનાને મ્હાત આપવામા સફળ રહ્યા હતા.

Download Our B K News Today App



Related News