ડીસામાં કોરોના ર્વોરિયસ ચિંતામાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-12 11:01:52
  • Views : 922
  • Modified Date : 2020-10-12 11:01:52

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. જેના કારણે લોકોમાં ચિંતાનો વિષય વધી ગયો છે. ખાસ કરીને સૌથી વધુ કોરોનાવાયરસના કેસો ડીસામાં જોવા મળી રહ્યા છે. જેના કારણે હાલ ડીસા શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે લોકોના વધી રહેલા સંક્રમણના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીમાં મોટો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસના કેસોમાં વધારો થવાનું કારણ લોકો જવાબદાર માનવામાં આવે છે. સરકાર દ્વારા રોજેરોજ જાહેરાત કરવામાં આવે છે કે લોકો વધુમાં વધુ સોસીયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક પહેરવું, હાથ મિલાવવા નહીં, ભીડ કરવી નહીં છતાં
પણ લોકો સરકારની ગાઈડ લાઇનથી જાણે કઈ લેવાદેવા જ ના હોય તે લોકો સરેઆમ સરકારના નિયમોનો ઉલ્લંઘન કરી રહ્યા છે. ખાસ કરીને હાલમાં સરકાર દ્વારા તમામ લોકોનું રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે જેના કારણે કોરોના વાયરસની મહામારીમાં બનાસકાંઠા જિલ્લામાં વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં પણ સતત વધી રહેલા કોરોનાવાયરસના કેસોને લઇ આરોગ્ય વિભાગ પણ ચિંતામાં જોવા મળી રહી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસના કેસોમાં ઘટાડો થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ સરકારી કચેરીઓ તેમજ તમામ વિસ્તારોમાં ટીમ બનાવી તમામનું રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ સૌથી વધુ જ્યાં લોકોની ભીડ થાય છે  તે સ્થળો પર આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં રેપીટ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે સતત કોરોનાવાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ૨૨૫૦ જેટલા કોરોનાવાયરસના કેસો સામે આવ્યા છે. અને ૬૦ થી
પણ વધુ લોકો કોરોનાવાયરસના કારણે મોતને ભેટયા છે ત્યારે હવે કોરોના વાયરસના કારણે વધુ લોકો મોતને ન પડે અને કોરોનાવાયરસની મહામારી સામે લડત આપી ફરી એકવાર તંદુરસ્ત જીવન જીવે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત લોકોને સારવાર આપવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કોરોના વાયરસના કેસો ડીસા શહેરમાં ૮૦૦ થી પણ વધુ સામે આવ્યા છે. જેને લઈ સતત ડીસા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થાય તે માટે તમામ ડીસા શહેરના વોર્ડમાં તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ વિસ્તારમાં કોરોનાવાયરસના દર્દી સામે આવે તેવા દર્દીઓની તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ ડીસા શહેરના લોકોને જાણે કોરોનાવાયરસથી ડર ન લાગતો હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે ખાસ કરીને એ પણ વિસ્તારમાં કોરોના વાયરસના દર્દીઓ સામે આવે છે તે વિસ્તારને આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેનમેન્ટ કરવામાં આવે છે. પરંતુ આવા લોકોને જાણે કોરોનાવાયરસ અન્ય લોકોને મોકલવાનો હોય તેમ માસ્ક વગર કન્ટેનમેન્ટ વિસ્તારમાં ફરતા હોવાની અનેક ફરિયાદો સામે આવી રહી છે જેને લઇ ક્યારે પણ આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારોની મુલાકાત લેવામાં આવે છે. ત્યારે આવા વિસ્તારમાં રહેતા લોકો અને આરોગ્ય વિભાગ વચ્ચે બોલાચાલીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે સતત સ્થાનિક લોકોના ભયના કારણે હાલમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને પણ પોલીસ સાથે રાખીને કન્ટેન્મેન્ટ વિસ્તારની મુલાકાત લેવા જવું પડે છે. ત્યારે ખરેખર કોરોના વાયરસની લડાઈમાં જો લોકોએ જીત મેળવવી હશે તો પોતે પોતાનું ધ્યાન રાખવું પડશે અને આરોગ્ય વિભાગને પણ સાથ અને સહકાર આપવો પડશે.

Download Our B K News Today App



Related News