પાલનપુરના વાસણ(ધા) ગામની દિકરી પાકિસ્તાન સરહદે કોરોના વોરિયર્સ બની આપી રહી છે પ્રેરણા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-15 11:07:02
  • Views : 974
  • Modified Date : 2020-05-15 11:07:02

કોણ કહે છે કે, દિકરી એ સાપનો ભારો છે. જો રૂઢિગત રીત–રિવાજોને ત્યજીને દિકરીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવામાં આવે તો તેઓ પણ ઉચ્ચશિક્ષણ થકી સમાજ અને દેશ સેવા કરી બતાવવાની તાકાત ધરાવે છે. અત્યારે સમગ્ર વિશ્વ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સામે ઝઝુમી રહ્યુ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય, પોલીસ, ૧૦૮, ૧૮૧ સહિતની સામાજિક સંસ્થાઓમાં અનેક દિકરીઓ પોતાની ફરજ અદા કરી રહી છે. જેમાં પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે ઠાકોર સમાજના ૫૦૦ ઘરોમાં સૌ પ્રથમવાર ભારતીબેન મુકેશભાઈ ઠાકોરએ ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ર્નસિંગનો કોર્ષ કરી ફિમેલ હેલ્થ વર્કર તરીકે વર્તમાન સમયે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહી છે.
પોતાના વતનથી ૧૩૦ કિલોમીટર દૂર પાકિસ્તાન
બોર્ડર નજીક આવેલા સુઇગામ તાલુકાના મમાણા સબ સેન્ટરમાં ફરજ બજાવતા ભારતીબેન ઠકોરે જણાવ્યું હતું કે, એક તરફ મારા પિતાનું સારણગાંઠનું ઓપરેશન ચાલતું હતું અને હું ઘરેથી નોકરીના સ્થળે જવા નીકળી હતી. જોકે, તે પછી કોરોના વાયરસનું સંક્રમણ થતા છેલ્લા બે માસથી ઘરે આવી નથી.
પરિવારની યાદ તો આવે છે
પણ મા ભારતીની સેવા મારી પ્રથમ ફરજ છે. તેઓ અત્યારે ઘરે ઘરે જઇ લોકોના આરોગ્યની સંભાળ અને સર્વેની કામગીરી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વાસણ(ધા) ગામના  લક્ષ્મણજી વાલજીજી ઠાકોર જેઓએ માહિતી ખાતામાં ઘણા લાંબા સમય સુધી સરકારી સેવા આપી અત્યારે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. જ્યારે નાનો પુત્ર મહેશ ઠાકોર પાલનપુરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિરમાં ફરજ બજાવે છે. દરમિયાન મુકેશભાઇએ તેમની દિકરી ભારતીને ઉચ્ચ શિક્ષણ
આપતા દિકરીએ ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ર્નસિંગમાં એ.એન.એમ.નો કોર્ષ કરી ફિમેલ હેલ્થ વર્કર તરીકે કોરોના વોરિયર્સ બની ચોવીસી ઠાકોર સમાજ તેમજ ગામનું નામ સમગ્ર ઠાકોર સમાજમાં રોશન કર્યુ છે.
પોતાની વ્હાલસોયી દિકરીની સેવાને બિરદાવતા મુકેશભાઇએ જણાવ્યું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં મારી દિકરી લોકોના આરોગ્યની સંભાળ લઇ રહી છે એ એક બાપ માટે ખુબ ગૌરવ અને આનંદની વાત છે. આવા કપરા સમયમાં રાષ્ટ્ર માટે સમર્પિતભાવથી સેવા કરવી એ દરેકની ફરજ છે.

Download Our B K News Today App



Related News