ભારતમાં 1થી 1000 મૃત્યુ માટે 48 દિવસ લાગ્યા પરંતુ છેલ્લાં 5 દિવસમાં મૃત્યુઆંકમાં 400નો ઉમેરો થયો છે
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-05-04 18:30:55
- Views : 1630
- Modified Date : 2020-05-04 18:30:55
ફ્રાન્સમાં પણ સરેરાશ 40 રહી યુરોપમાં ઈટાલી પછી કોરોના સંક્રમણનો ભોગ બનનાર દેશ તરીકે ફ્રાન્સનો બીજો ક્રમ છે. ફ્રાન્સમાં પ્રથમ 1000 મૃત્યુ થવામાં 25 દિવસનો સમય લાગ્યો હતો. પ્રથમ મૃત્યુ 14 ફેબ્રુઆરીએ અને 1000 મોત 10 માર્ચે નોંધાયા હતા. ભારતની પ્રતિદિન સરેરાશ સૌથી ભારતમાં સંક્રમણનો પહેલો કેસ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં નોંધાયો એ પછી પ્રથમ મૃત્યુ 12 માર્ચે નોંધાયું હતું. એ પછી 29 એપ્રિલે મૃત્યુઆંક 1000 સુધી પહોંચ્યો હતો. મતલબ કે, ભારતને 1થી 1000 સુધી મૃત્યુઆંક પહોંચતા 48 દિવસ લાગ્યા હતા. જે રોજ 20 મૃત્યુની સરેરાશ કહી શકાય. આ સરેરાશ વિશ્વના તમામ મુખ્ય કોરોના સંક્રમિત દેશોની સરખામણીએ અડધાથી ય ઓછી છે. તારણઃ કોરોના મહાસંકટ સામે સમગ્ર વિશ્વ પૂરી તાકાતથી ઝઝુમી રહ્યું છે ત્યારે રાહતની વાત એ છે કે ભારતમાં સંક્રમણ અને મૃત્યુઆંક અન્ય દેશોની તુલનાએ ઘણો ઓછો અને ધીમો જણાય છે. ગત 29 એપ્રિલે ભારતમાં મૃત્યુઆંક 1000ને પાર કરી ગયો હતો, જે આજે 5 જ દિવસમાં વધીને 1400 સુધી પહોંચવા આવ્યો છે. જોકે 1થી 1000 સુધી મૃત્યુઆંક પહોંચવામાં ભારત અન્ય કોરોના સંક્રમિત દેશો કરતાં ઘણું પાછળ છે. ચીનને 20 દિવસ લાગ્યા હતા કોરોના સંક્રમણનું એપિસેન્ટર ગણાતા ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાં 31 ડિસેમ્બરે સત્તાવાર રીતે સંક્રમણનો પહેલો કેસ નોંધાયા પછી 9 જાન્યુઆરીએ પ્રથમ મૃત્યુ નોંધાયું હતું. એ પછી સંક્રમણની ઝડપ વધી હતી અને 29 જાન્યુઆરી સુધીમાં મૃત્યુઆંક 1000 સુધી પહોંચ્યો હતો. આમ, પ્રથમ 20 દિવસમાં જ 1000 મૃત્યુ નોંધાયા હતા. ઈટાલીમાં આરંભે દરરોજ 50 મૃત્યુની સરેરાશચીન પછી કોરોના મહામારીનો સૌથી ઘાતક ભોગ બનેલા ઈટાલીમાં આરંભે સંક્રમણની ઝડપ વધારે હતી પરંતુ મૃત્યુઆંકનો દર ધીમો હતો. પ્રથમ મૃત્યુ 8 ફેબ્રુઆરીએ નોંધાયા પછી રોજ 50 મૃત્યુની સરેરાશથી ઈટાલીમાં 28 ફેબ્રુઆરીએ મૃત્યુઆંક 1000 પર પહોંચ્યો હતો. અમેરિકામાં રોજ 40 મૃત્યુની સરેરાશ હતીચીન અને ઈટાલી પછી કોરોના સંક્રમણ અમેરિકા પહોંચ્યું હોવા છતાં આજે સંક્રમિતોની સંખ્યા અને મૃત્યુઆંક બંને મામલે અમેરિકા જગતભરમાં અગ્રેસર છે. જોકે આરંભે અમેરિકાની સ્થિતિ સંયમિત હતી. પ્રથમ મૃત્યુ 28 ફેબ્રુઆરીએ નોંધાયા પછી 25 દિવસ બાદ 23 માર્ચે 1000 મૃત્યુ નોંધાયા હતા. એ પછી અમેરિકામાં મૃત્યુઆંક તીવ્ર બન્યો હતો અને 24 કલાકમાં 800થી વધુ મૃત્યુનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો હતો. 1થી 1000 મૃત્યુઆંકની ઝડપ અને પછી બદલાતી સ્થિતિના આંકડાઓ વડે નીકળતા તારણો મુજબ, આરંભે જો લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સિંગ લાગુ કરીને પૂરતી ઝડપે અને પૂરતી માત્રામાં ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટની સુવિધા લાગુ કરી શકાય તો મૃત્યુઆંક વધવાનો દર ઘટાડી શકાય છે. ચીન એ કરી શક્યું હતું.લોકડાઉનની અવધિ લંબાવવા છતાં જો ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટની સુવિધા પર્યાપ્ત રીતે વધારી ન શકાય તો મૃત્યુઆંક ભયજનક રીતે વધે છે. તેનું ઉદાહરણ ઈટાલીમાંથી મળે છે. ઈટાલીમાં 1થી 1000 મૃત્યુ માટે 20 દિવસ લાગ્યા હતા. પરંતુ પછી એ સમય સતત ઘટતો ગયો હતો અને એક તબક્કે દર 24 કલાકે 1000 મૃત્યુ થયા હતા. અમેરિકાએ લોકડાઉન દરેક રાજ્યોમાં લાગુ કર્યું નહિ. ફેડરલ ગવર્ન્મેન્ટ અને વોશિંગ્ટન વચ્ચે તાલમેલ સાધી શકાયો નહિ. પરિણામે ત્યાં પર્યાપ્ત આરોગ્ય સેવા ઉપલબ્ધ હોવા છતાં સંક્રમણનો ફેલાવો અતિશય વ્યાપક બન્યો, જેને લીધે મૃત્યુઆંક પણ દર બે દિવસે 1000 સુધી પહોંચ્યો. ભારતમાં 1થી 1000 મૃત્યુનો સમયગાળો અત્યંત ધીમો છે પરંતુ એ પછી માત્ર 5 દિવસમાં વધુ 400 મૃત્યુ નોંધાયા છે. એ દર્શાવે છે કે ભારતમાં સંક્રમણની ઝડપ સામે ઉપલબ્ધ આરોગ્ય સેવા હવે હાંફી રહી છે. આ સ્થિતિ જો વધુ લંબાશે તો ભારતમાં અતિશય ભયજનક સ્થિતિ બની શકે છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 22
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 45
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 175
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 159
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 100
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 105
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 77
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 85
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 84
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 74
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 68
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 66
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 141
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 76
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 64
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 84
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 90
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 116
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 75
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 74
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 81
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 66
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 76
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 74
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 75
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 70
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 75
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 59
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 122
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 60
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 53
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 57
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 57
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 61
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 114
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



