ગુજરાતના 43.9 લોકો તણાવગ્રસ્ત થયાં, 12.7 ટકા લોકોમાં ગુસ્સાનું પ્રમાણ વધ્યું, 38 ટકા હજુ ડર અનુભવે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-03 12:50:49
  • Views : 267
  • Modified Date : 2020-12-03 12:52:06

કોરોના વાઈરસની મહામારી દરમિયાન લોકો પર થયેલી સામાજિક આર્થિક અને માનસિક અસરો મુદ્દે GTUના NSS વિભાગ દ્વારા તાજેતરમાં ડિજિટલ સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેમાં રાજ્યમાં 5 વયજૂથની કેટેગરીમાં 2050 લોકો પર સરવે કરવામાં આવ્યો હતો. જેમાં 1405 પુરુષો અને 645 મહિલાઓએ ભાગ લીધો હતો. આ સરવેમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન કોરોનાથી લોકોમાં કેવી અસરો થઈ તે માટે આ સરવે હાથ ધરવમાં આવ્યો હતો.રાજ્યમાં કોરોનાને કારણે 43.9 ટકા લોકોને તણાવની અસર થઈ હતી. જેમાંથી આજે પણ 5.7 ટકા લોકો તણાવમાંથી બહાર આવી શક્યા નથી. તે ઉપરાંત 36.9 ટકા લોકો આજે પણ અપૂરતી ઉંઘની ફરિયાદ કરી રહ્યાં છે. જ્યારે 12.7 ટકા લોકોમાં ગુસ્સાનું પ્રમાણ વધ્યું છે. જ્યારે 11.4 ટકા લોકો ઉદાસિનતા અનુભવી રહ્યાં છે.સરવે પ્રમાણે 43.9% લોકોને ઉંઘની કોઈ જ સમસ્યા નડી નથી, જ્યારે 36.9% લોકો અપૂરતી ઉંઘની સમસ્યાથી પીડાયા હતા. જ્યારે 5.5% લોકો હાલમાં પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. 36.2% લોકો કોરોનાની પરિસ્થિતિને લીધે ચિંતા અનુભવી રહ્યાં હતાં. જ્યારે 7% લોકો આજે પણ ચિંતા અનુભવી રહ્યાં છે.કોરોના મહામારી દરમિયાન થયેલા લૉકડાઉન અને દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહેલા વધારાને કારણે લોકોમાં એક પ્રકારનો ડર ઉભો થયો છે. આ ડરને કારણે લોકોને માનસિક તેમજ શારિરીક અસરો થઈ રહી છે. તેનાથી વધુ 38.1 ટકા લોકો કોરોના કાળની પરિસ્થિતિથી ગભરાઈ ગયા હોવાનું GTUના NSS વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સરવેમાં નોંધવામાં આવ્યું છે. કોરોનાની શરુઆતમાં માત્ર 10 ટકા લોકો જ આ પ્રકારની સ્થિતિથી ભયભીત થયાં હતાં.રાજ્યમાં અત્યાર સુધીમાં 79 લાખ 63 હજાર 653 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 12 હજાર 769ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4018એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 93 હજાર 938 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,813 એક્ટિવ કેસ છે, જેમાંથી 93 વેન્ટિલેટર પર જ્યારે 14,7204 દર્દીની હાલત સ્થિર છે.

Download Our B K News Today App



Related News