કોરોના દહેશત ગુજરાતમાં તંત્ર સાબદુ, ચકાસણીનો દોર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-09 12:43:15
  • Views : 386
  • Modified Date : 2020-03-09 12:43:15

   થર્મલ સ્કેનર્સ માટેના હોટલોને આદેશ કરાયા કોરોના દહેશત ઃ ગુજરાતમાં તંત્ર સાબદુ, ચકાસણીનો દોરભારતના જુદા જુદા રાજ્યોમાં કોરોના વાયરસના કેસો પોઝિટિવ આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર અને  ગુજરાતમાં તંત્ર સંપૂર્ણપણે સાબદુ થયેલું છે. સંબંધિત વિભાગોને કડક સૂચનાઓ પાળવા માટે કહેવામાં  આવી રહ્યું છે. એરપોર્ટ ઉપર યાત્રીઓની ચકાસણી જારદારરીતે ચાલી રહી છે. બીજી બાજુ શંકાસ્પદ લોકો ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોના વાયરસનો કોઇ પોઝિટિવ કેસ હજુ સપાટી ઉપર આવ્યો નથી પરંતુ તંત્ર કોઇ પગલાને લઇને ખચકાચ રાખવા ઇચ્છુક નથી. કોઇ તક લેવા માટે પણ ઇચ્છુક નથી. યાત્રીઓની થર્મલ સ્ક્રિનિંગ માટે વ્યવસ્થા કરવા હોટલોને પણ કહેવામાં આવ્યું છે. યોગ્ય ગુણવત્તાના સેનિટાઇઝર રાખવા માટે હોટલોને કહેવામાં આવ્યું છે. જા હોટલના સ્ટાફ અથવા તો પ્રવાસી ૯૯ ફેરનહિટથી ઉપરના ટેમ્પરેચર દર્શાવે તો રાજ્યના આરોગ્ય વિભગને કહેવા સૂચના આપવામાં આવી છે. કોરોના વાયરસના લક્ષણ સાથેના કેસો અંગે માહિતી આપવા તમામ નાગરિકોને ૧૦૪ હેલ્પલાઈન અંગે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને જા કોઇ વ્યÂક્ત હાલમાં જ વિદેશ જઇને પરત ફરી છે તો તંત્રને જાણ કરવા કહેવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના કહેવા મુજબ વાયરલ ઇન્ફેક્શનના મુદ્દે તકેદારી રાખવામાં આવી રહી છે. પ્રવાસ અને આરોગ્યના સંદર્ભમાં જાતે માહિતી આપવા માટે કેટલીક હોટલાને મહેમાનો અને કર્મચારીઓને કહેવામાં આવ્યું છે. કોરોના વાયરસને લઇને દેશના જુદા જુદા ભાગોમાં પગલા લેવાઈ રહ્યા છે. આંકડાની વાત કરવમાં આવે તો હજુ સુધી ભારતમાં કોરોના વાયરસના ૪૦ કેસો નોંધાઈ ચુક્યા છે. કેટલાક કેસોના પરિણામ હજુ મળ્યા નથી. કેરળમાં સૌથી વધુ આઠ કેસો નોંધાયા છે. આગરામાં છ કેસો નોંધાય છે. દેશભરમાં વિમાની મથકો ઉપર તબીબોની ટુકડી ગોઠવાઈ છે.
 

Download Our B K News Today App



Related News