કોરોના વાયરસથી દુનિયાભરમાં હાહાકાર જારી મૃતાંક ૪૭૨૪૯

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-03 15:10:25
  • Views : 373
  • Modified Date : 2020-04-03 15:10:25

કોરોના વાયરસથી દુનિયાભરમાં હાહાકાર જારી મૃતાંક ૪૭૨૪૯


કોરોના વાયરસના કારણે Âસ્થતી દિન પ્રતિદિન દુનિયાના દેશોમાં બેકાબુ બની રહી છે. દુનિયાના ૨૦૩ દેશોમાં કોરોના વાયરસના કારણે લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. મોતનો આંકડો સતત વધી રહ્યો છે. દુનિયામાં કોરોના કારણે સત્તાવાર રીતે ૪૭૨૪૯ લોકોના મોત થઇ ચુક્યા છે. જ્યારે કેસોની સંખ્યા હવે બે લાખની નજકી પહોંચી ગઇ છે. અમેરિકા, ઇટાલી, સ્પેન સહિતના દેશોમાં Âસ્થતી વણસી ગઇ છે. જ્યારે ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન સહિતના દેશોમાં Âસ્થતી હળવી કરવામાં આવી રહી છે.  યુરોપમાં ઇટાલી બાદ હવે સ્પેન અમે અમેરિકા પણ ભારે મુશ્કેલી છે. સ્પેનમાં હવે ચીન કરતા વધારે કેસો થઇ ચુક્યા છે. આવી Âસ્થતીમાં લોકડાઉનના નિયમોને વધારે કઠોર કરવામાં આવી રહ્યા છે. સૌથી અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા, ઇટાલી, ચીન, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે. દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે.જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે.  વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. ભારે હાહાકાર જારી છે. મોતનો 

આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ચીનમાં Âસ્થતી ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. ચીનમાં નવા કેસો અને મોતનો આંકડો ઝડપથી ઘટી રહ્યો છે. જે સંકેત આપે છે કે ચીનમાં કોરોના પર અંકુશ મુકવામાં હવે સફળતા મળી રહી છે. જે ત્યાંના લોકો માટે મોટી રાહતની બાબત છે. કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો  સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. દેશમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે. અલબત્ત નવા કેસોની  સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છેવધુને વધુ દેશો તેના વિકરાળ સકંજામાં આવી રહ્યા છે. ઇટાલીમાં કાળો કેર જારી છે. કોરોના વાયરસના કારણે જે દેશો સૌથી વધારે પ્રભાવિત છે તેમાં ઇટાલી, અમેરિકા, સ્પેન, જર્મની, ઇરાન, ફ્રાન્સ, સ્વીસનો સમાવેશ થાય છે. નેધરલેન્ડ સહિતના દેશો પણ મુશ્કેલીમાં છે. Âસ્થતીને સામાન્ય બનાવવા માટે તમામ યુરોપિયન દેશો અને એશિયન દેશો બનતા તમામ પ્રયાસ કરી રહ્યા છે પરંતુ કોરોનાના કારણે કેસો અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ઇટાલી,સ્પેન, ફ્રાન્સ. અમેરિકા સહિતના દેશો વધારે પરેશાન થયેલા છે. કેસોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી રહી છે. હાલમાં વૈશ્વિક મંદીના ભણકારા પણ વાગી રહ્યા છે.   ઇટાલી, ઇરાન, અમેરિકા સહિતના દેશોમાં મોતનો આંકડો અતિઝડપથી વધી રહ્યો છે. તમામ જગ્યા પર કોરોના વાયરસ બેકાબૂ છે. Âસ્થતિને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે.  તમામ દેશોમાં કેસો અને મોતનો આંકડો જે ગતિથી હજુ પણ વધી રહ્યો છે તે જાતા Âસ્થતી હજુ એકબે મહિના સુધી કાબુમાં નહીં આવે તેવા સંકેત મળી રહ્યા છે. કોરોના હજુ વધુને વધુ ખતરનાક સ્વરૂપમાં છે. આ કિલર કોરોનાના સકંજામાં એક પછી એક દેશો આવી રહ્યા છે.રિક્વર થયેલા લોકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઇ રહ્યો છે. જે સારા સંકેત સમાન છે. ભારત સહિત દુનિયાના દેશોમાં હાલ લોકડાઉનની Âસ્થતી રહેલી છે. હાલમાં વિશ્વમાં આશરે ત્રણ અબજ લોકો લોકડાઉનમાં જીવન ગાળી રહ્યા છે. કોરોના વાયરસનો આ આંકડો દરિયામાં પાણીની એક બુંદ સમાન છે. કારણ કે વાયરસના કારણે અસરગ્રસ્ત લોકોની સંખ્યા વિશ્વમાં ખુબ વધારે છે. 


Download Our B K News Today App



Related News