વૈશ્વિક મહામારીને નાથવા જેની આતુરતાથી રાહ જાેવાઈ રહી હતી મંગલ પ્રારંભ ઃ પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને અપાશે કોરોના વેક્સિન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-16 10:53:37
  • Views : 296
  • Modified Date : 2021-01-16 10:53:37

જેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા તે ઐતિહાસિક દિવસ આવી ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વેક્સિનનો જથ્થો આવી પહોંચ્યો છે. જે રસી આપવાનો પ્રારંભ આજે શનિવારથી કરવામાં આવી રહ્યો છે. જેમાં કોરોના મહામારીના સમય દરમિયાન રાત -દિવસ સતત અવિરત પોતાની સેવા પ્રદાન કરનારા પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને રસી મુકવાનો પ્રારંભ થશે.
કોરોના વૈશ્વિક મહામારી આવ્યા પછી લોકો કાગડોળે વેક્શિનની રાહ જાેઇ રહ્યા હતાં એ આતુરતાનો હવે અંત આવ્યો છે. આજે તારીખ ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કોવિડ વેક્શિન અપાવવાનો પ્રારંભ કરાવવાનાં છે ત્યારે બનાસકાંઠામાં સાંસદ  
પરબતભાઈ પટેલ આજે તા. ૧૬ જાન્યુઆરી-૨૦૨૧ના રોજ સવારે-૧૦.૦૦ કલાકે ડીસા તાલુકાના ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કોરોના રસીકરણનો પ્રારંભ કરાવશે. બનાસકાંઠા જિલ્લામાં સીરમ ઇન્સ્ટીટ્યુટ પૂનાથી કોવિડ વેક્શિન કોવિશિલ્ડનાં ૧૮,૫૯૦ ડોઝ આવ્યા છે. જે પ્રથમ તબક્કામાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા ૧૬ હજાર જેટલાં આરોગ્ય કર્મીઓ, આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો અને ડોકટરોને રસીકરણ કરી
આપવામાં આવશે.

Download Our B K News Today App



Related News