ઇકબાલગઢમાં કોરોનાવાઇરસે કરી એન્ટ્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-18 11:50:12
  • Views : 674
  • Modified Date : 2020-07-18 11:50:12

દેશમાં કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો છે. દિન પ્રતિ દિન કેસમાં વધારો જોવા મળી રહ્યો છે . દેશમાં કોરોનાવાયરસના કેસનો
આકડો દસ લાખને પાર કરી ગયો છે. ત્યારે અમીરગઢ તાલુકો પણ તેમાંથી બાકાત રહ્યો નથી. અમીરગઢ તાલુકાના
વેપારી મથક ઇકબાલગઢના દરજી વાસમાં રહેતા રમેશભાઇ રામજીભાઇ રાવલને કોરોનાના લક્ષણો જણાવતા પાલનપુર પ્રાઇવેટ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવતા તેમનો  રિપોર્ટ
પોઝિટિવ આવેલ જે પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
ઇકબાલગઢમાં કોરોના
પોઝિટિવ આવતા અમીરગઢ તાલુકા આરોગ્ય વિભાગની  તેમજ મામલતદારની ટીમ સ્થળ ઉપર આવી દરજી વાસને કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ તેમજ દરજી વાસમાં રહેતા લોકોના સવાસ્થની તપાસ કરેલ.
કોરોના વાયરસના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વેપારી મિત્રો દ્વારા દુકાન ચાલુ રાખવાનો સમય નક્કી કરવા તાત્કાલીક મીટિંગ બોલાવી ઇકબાલગઢ બજાર બે વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરેલ. ગુરૂવારે દાંતા ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડીનો રિપોર્ટ પોઝિટિવ આવેલ, જ્યારે શુક્રવારે ઇકબાલગઢમાં કોરોના પોઝિટિવ આવતા અમીરગઢ તાલુકામાં કોરોના વાયરસ ધીરે ધીરે પગપેસરો કરતા જોવા મળી રહ્યો છે. આભાર - નિહારીકા રવિયા

Download Our B K News Today App



Related News