પોઝિટિવ કેસનો કુલ આંક 9666 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 161, અત્યાર સુધીમાં 84 ટકા દર્દી રિકવર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-14 11:28:12
  • Views : 300
  • Modified Date : 2020-09-14 11:28:12

     મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 9666 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 161 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 8161 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. એટલે કે 84 ટકા દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ 1344 એક્ટિવ કેસ પૈકી 151 દર્દી ઓક્સિજન ઉપર અને 58 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1135 દર્દીની હાલત સ્થિર છે.અટલાદરા, દંતેશ્વર, સંવાદ, ગોકુલનગર, માંજલપુર, કપુરાઇ, ગાજરાવાડી, બાપોદ, નવાપુરા, અકોટા, વારસીયા, વડસર, જેતલપુર, કિશનવાડી, ફતેપુરા, ગોરવા, રામદેવનગર, યમુનામીલ, એકતાનગર, નવીધરતી, ગોત્રી. વરણામા, વેમાલી, ઉંડેરા, કરજણ, ચાણોદ, ડભોઇ, પાદરા, દશરથ, ફર્ટીલાઇઝરનગર, અંકોડીયા, ભાયલીવડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 9666 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1582, પશ્ચિમ ઝોનમાં 1550, ઉત્તર ઝોનમાં 2305, દક્ષિણ ઝોનમાં 1894, વડોદરા ગ્રામ્યમાં 2299 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.વડોદરા શહેરમાં હાલ 3351 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3337 લોકો હોમ ક્વોરન્ટીન, સરકારી ફેસિલિટીમાં 8 લોકો અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 6 લોકો ક્વોરન્ટીન ક્વોરન્ટીન છે.વડોદરા શહેરમાં અત્યારે 20,436 ઘરમાં 72,077 લોકો રેડ ઝોનમાં છે. જ્યારે 34,508 ઘરમાં 1,14,581 લોકો ઓરેન્જ ઝોનમાં છે. 39,843 ઘરમાં 1,47,272 લોકો યલો ઝોનમાં છે.

Download Our B K News Today App



Related News