શહેરમાં કુલ 11,682 કેસની સામે મૃત્યુ દર માત્ર 1.66 ટકા, અત્યાર સુધીમાં 85 ટકા દર્દીઓ રિકવર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-30 11:19:33
  • Views : 254
  • Modified Date : 2020-09-30 11:19:33

    વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 11,682 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 194 થયો છે. આમ વડોદરામાં કોરોના કેસની સામે મૃત્યુ દર માત્ર 1.66 ટકા છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 9882 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1606 એક્ટિવ કેસ પૈકી 183 દર્દી ઓક્સિજન ઉપર અને 69 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1354 દર્દીની હાલત સ્થિર છે

વડોદરાના આ વિસ્તારોમાં મંગળવારે કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ VIP રોડ, અકોટા, હરણી, તરસાલી, સમા, આજવા રોડ, માણેજા, સોમા તળાવ, કારેલીબાગ, વાઘોડિયા રોડ, તાંદલજા, સુભાનપુરા, માંજલપુર, છાણી, બાપોદ, શિયાબાગ, નવાયાર્ડ, પાણીગેટ, ગોત્રી, મકરપુરા, ફતેપુરા, ગોરવા, વડસર
ગ્રામ્યઃ કલાલી, સેવાસી, બીલ, ડભોઇ, પાદરા, સીસવા, કરજણ, શિનોર, સાવલી, ઉંડેરા, પોર, ભાયલી

વડોદરા રૂરલમાં સૌથી વધુ 2949 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 11,318 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1841, પશ્ચિમ ઝોનમાં 1933, ઉત્તર ઝોનમાં 2652, દક્ષિણ ઝોનમાં 2271, વડોદરા ગ્રામ્યમાં 2949 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 5170 લોકો ક્વોરન્ટીન
વડોદરા શહેરમાં હાલ 5170 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 5161 લોકો હોમ ક્વોરન્ટીન અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 09 લોકો ક્વોરન્ટીન છે.

શા માટે સરકારી હોસ્પિટલોમાં દર્દી ઘટ્યા?
એક તરફ પોઝિટિવ કેસો આવી રહ્યા છે અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ ઘટ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાની હોસ્પિટલોમાં અગાઉ કોરોનાના હાઉને લીધે લોકો નહોતા જતા તે જતા થયા છે. બીજું કે કોરોનાનાં માત્ર હળવાં લક્ષણો હોય તો ફિઝિશિયનની દવાઓ જ શરૂઆતના તબક્કે લઇને લોકો હોમ ક્વોરન્ટાઇન થઇ જાય છે. જેને લીધે મોટી ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ ખાલી રહેવાની શરૂઆત થઇ ચૂકી છે.

Download Our B K News Today App



Related News