પોઝિટિવ કેસનો આંક 17691 પર પહોંચ્યો, મૃત્યુઆંક 221 અને કુલ 16298 રિકવર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-28 12:12:24
  • Views : 314
  • Modified Date : 2020-11-28 12:12:24

    મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 17691 ઉપર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 221 થયો છે. ગત રોજ વડોદરા શહેર-જિલ્લામાં વધુ 95 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ડિસ્ચાર્જ દર્દીઓનો આંક વધીને કુલ 16,298 પર પહોંચ્યો છે. વડોદરામાં હાલ 1172 એક્ટિવ કેસ છે. જે પૈકી 162 દર્દી ઓક્સિજન ઉપર અને 69 દર્દી વેન્ટિલેટર પર છે અને 941 દર્દી સ્ટેબલ છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 17,691 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2653, પશ્ચિમ ઝોનમાં 2859, ઉત્તર ઝોનમાં 3613, દક્ષિણ ઝોનમાં 3227, વડોદરા ગ્રામ્યમાં 5303 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. શહેરઃ માંડવી, કારેલીબાગ, નવાયાર્ડ, કલાલી, દંતેશ્વર, શિયાબાગ, ઓ.પી.રોડ, સવાદ, આજવા રોડ, માણેજા, અકોટા, દિવાળીપુરા, છાણી, પાણીગેટ, ફતેપુરા, મુજમહુડા, હરણી, ફતેગંજ, તાદલજા, સમા, ગોરવા, મકરપુરા

ગ્રામ્ય: કોયલી, શિનોર, ડભોઇ, કરજણ, વાઘોડિયા, પાદરા

Download Our B K News Today App



Related News