પોઝિટિવ કેસનો આંક 11,192 પર પહોંચ્યો, મૃત્યુઆંક 188 અને કુલ 9449 રિકવર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 11:36:24
  • Views : 364
  • Modified Date : 2020-09-26 11:36:24

     મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 11,192 ઉપર પહોંચ્યો છે. આ સાથે શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 188 થયો છે. વડોદરામાં ગત રોજ વધુ 109 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 9449 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1555 એક્ટિવ કેસ પૈકી 179 દર્દી ઓક્સિજન ઉપર અને 78 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1298 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 2789 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 11,192 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1778, પશ્ચિમ ઝોનમાં 1844, ઉત્તર ઝોનમાં 2571, દક્ષિણ ઝોનમાં 2174, વડોદરા ગ્રામ્યમાં 2789 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 4850 લોકો ક્વોરન્ટીન
વડોદરા શહેરમાં હાલ 4850 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 4836 લોકો હોમ ક્વોરન્ટીન અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 14 લોકો ક્વોરન્ટીન છે.

Download Our B K News Today App



Related News