વડોદરામાં વધુ 121 પોઝિટિવ, વધુ 161 દર્દી ડિસ્ચાર્જ, વધુ 2 દર્દીનાં મોત, કુલ કેસઃ11,442, ભરૂચમાં નવા 14 કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-29 11:21:22
  • Views : 248
  • Modified Date : 2020-09-29 11:21:22

   વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ 121 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, પોઝિટિવ કેસનો કુલ આંક 11,442 ઉપર પહોંચ્યો છે તેમજ વધુ 2 દર્દીનાં મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 193 થયો છે. વડોદરામાં આજે વધુ 161 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં કુલ 9796 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1574 એક્ટિવ કેસ પૈકી 182 દર્દી ઓક્સિજન પર અને 61 દર્દી વેન્ટિલેટર પર છે અને 1331 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં સોમવારે કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ ફતેગંજ, તરસાલી, સમા, આજવા રોડ, કારેલીબાગ, વાઘોડિયા રોડ, તાંદલજા, માંજલપુર, છાણી, બાપોદ, નાગરવાડા, શિયાબાગ, પાણીગેટ, અકોટા, માંડવી, માણેજા, ગોત્રી, મકરપુરા, દિવાળીપુરા, ફતેપુરા, ગોરવા, વડસરગ્રામ્યઃ સેવાસી ડભોઈ, પાદરા, કરજણ, શિનોર, કોયલી, કેલનપુર, ઉંડેરા, પોર, ભાયલી, સાધલી

વડોદરા રૂરલમાં સૌથી વધુ 2910 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યારસુધીમાં કોરોનાના 11,318 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી પૂર્વ ઝોનમાં 1825, પશ્ચિમ ઝોનમાં 1911, ઉત્તર ઝોનમાં 2633, દક્ષિણ ઝોનમાં 2248, વડોદરા ગ્રામ્યમાં 2910 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 5173 લોકો ક્વોરન્ટીન
વડોદરા શહેરમાં હાલ 5173 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે, જે પૈકી 5161 લોકો હોમ ક્વોરન્ટીન અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 12 લોકો ક્વોરન્ટીન છે.

Download Our B K News Today App



Related News