ઉત્તરાયણમાં ડી.જે. પર રોકથી લોકોમાં રોષ લાઉડ સ્પીકર વગાડવા અને કોરોના વચ્ચે શું સબંધ ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-11 11:16:09
  • Views : 305
  • Modified Date : 2021-01-11 11:16:09

કોરોનાના કારણે છેલ્લા એક વર્ષથી લોકો તહેવારની ઉજવણી કરી નથી અને હવે ઉત્તરાયણ પછી ૧૬ તારીખથી સમગ્ર ભારતમાં કોરોનાની વેક્સિનેશનનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેને લઈને ઠેરઠેર લોકો દ્વારા ફિટકાર વર્ષાવામાં આવી રહી છે. લોકો પૂછ્યા રહ્યા છે કે કોરોના મહામારી અને લાઉડ
સ્પીકરની વચ્ચે શું સંબંધ છે જેનાથી સરકાર લાઉડ સ્પીકર વગાડવાની મનાઈ ફરમાવે છે. હાઇકોર્ટ દ્વારા પણ ઉત્તરાયણ કરવા અંગે લીલી ઝંડી આપી દેવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા અમુક રોક લગાવતાં પતંગ રસિકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
ઉત્તરાયણના ગણતરીના દિવસો રહ્યા છે. સરકાર દ્વારા જે નવું જાહેરનામું બહાર પાડવામાં આવી છે. જેમાં અમુક નિયમોને લઈ ઉત્તરાયણ રસિકોમાં તહેવાર મનાવાની મજા ઓછી થશે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. સરકાર ઉત્તરાણમાં નિયમો સાથે લાઉડ સ્પીકર વગાડવાની પણ છૂટ આપે તેવી માંગ કરવામાં આવી છે. જાેકે લગ્નમાં તેમજ
પોલીસના દીક્ષાંત સમારોહમાં ડી.જે.સાથે નિયમ તોડી ગરબે ઝૂમી શકાય છે પરંતુ ઉતરાયણમાં લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી આપી શકતા નથી.

Download Our B K News Today App



Related News