કોરોના વેક્સિન અમદાવાદ એરપોર્ટથી પોલીસ બંદોબસ્ત સાથે અસારવા સિવિલ હોસ્પિટલ જવા રવાના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-12 11:19:43
  • Views : 404
  • Modified Date : 2021-01-12 11:19:43

   

 પુણેની સિરમની કોરોના વેક્સિન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી છે. થોડીવારમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ લીલીઝંડી આપી અને વેક્સીનને ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર મોકલશે. ગુજરાત માટે સિરમ કોવિશિલ્ડ વેક્સિનનો કુલ 5 લાખ 60 હજાર જથ્થો આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે 2 લાખ 76 હજાર જેટલો જથ્થો અત્યારે આવશે. જેમાં અમદાવાદ માટે 1 લાખ 8 હજાર વેક્સિન આવશે. અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો લઈ જવાશે. ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જથ્થો લઈ જવામાં આવશે.


    11 વાગ્યાની આસપાસ વેક્સિન અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવશે જ્યાં એરપોર્ટ પર વેક્સિનને વધાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ અને સિવિલ હોસ્પિટલના અધિકારી હાજર છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એરપોર્ટ પર આવી વેક્સિનના વધામણાં કરશે. એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેસીપી ગૌતમ પરમાર, ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓ એરપોર્ટ પર હાજર છે.



Download Our B K News Today App



Related News