જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના 20629 લોકોએ કોરોનાની વેક્સિન લીધી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 10:42:12
  • Views : 198
  • Modified Date : 2021-03-09 10:42:12

    કોરોનાની વેક્સિન 45 વર્ષથી 60 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓને આપવામાં આવી રહી છે. જેમાં લોકોમાં રસી લેવામાં વિશેષ લગાવ જોવા હોય તેમ અત્યાર સુધીમાં કુલ 20629 લોકોએ લીધેલી વેક્સિન પરથી લાગી રહ્યું છે. તેમાં મનપા વિસ્તારમાં 7579ની સામે ગ્રામ્ય વિસ્તારમાં 13050 લોકોએ કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.ગાંધીનગર મહાનગર પાલિકાના 8 સેન્ટરોમાં કુલ 7579 લોકોએ રસી લીધી છે.

    વેક્સિનેશનની કામગીરીમાં હાલમાં સિનિયર સીટીઝનને વેક્સિન અપાઈ રહી છે. તેમાં 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાય છે. અત્યાર સુધી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી કુલ 20629 વ્યક્તિઓએ લીધેલી વેક્સન પરથી લાગી રહ્યું છે. ગાંધીનગર મહાનગર પાલિકાના 8 સેન્ટરોમાં કુલ 7579 લોકોએ રસી લીધી છે. જિલ્લાના ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 57 સેન્ટરો ઉભા કરાયા છે. તેમાં અત્યાર સુધીમાં કુલ 13050 લોકોએ વેક્સિન લીધી છે.

    વેક્સિન લેવા લોકોમાં વધી રહેલા રસને જોતા આરોગ્ય વિભાગને વધુ સેન્ટરો ખોલવાની ફરજ પડી શકે તેમ લાગી રહ્યું છે.કોરોનાની વેક્સિન વધુને વધુ લોકો લે તે માટે ઓનલાઇન અને ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનનની સુવિધા રાખી છે. તેમાં જો કોઇ મોબાઇલના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી તો તેને કયા સ્થળે વેક્સિન લેવી તેની જાણ કરાય છે. જ્યારે લાભાર્થી સેન્ટર જઇ રસી લેવા તૈયારી બતાવે તો તેનું ત્યાં જ રજિસ્ટ્રેશન કરી વેક્સિન અપાય છે

Download Our B K News Today App



Related News