WHOએ ફાઈઝરની કોરોના વેક્સિનને મંજૂરી આપી, ભારતને આજે મંજૂરી મળે તેવી શક્યતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 12:59:15
  • Views : 245
  • Modified Date : 2021-01-01 12:59:15

    દેશમાં કોરોનાની પહેલી વેક્સિન કઈ હશે, તેની પર આજે નિર્ણય થઈ શકે છે. સરકાર તરફથી બનાવવામાં આવેલી એક્સપર્ટ પેનલ શુક્રવારે વેક્સિનનું અપ્રૂવલ માગનાર કંપનીઓની એપ્લિકેશન અંગે વિચારણ કરશે. અત્યાર સુધી સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા, ભારત બાયોટેક અને ફાઈઝરે ઈમર્જન્સી યુઝની મંજૂરી માટે અપ્લાઈ કર્યુ છે.સિરમ ઈન્સ્ટીટ્યૂટ કોવીશિલ્ડ નામની વેક્સિન બનાવી રહ્યો છે. જેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા એસ્ટ્રાજેનેકાએ ડેવલેપ કરી છે. સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઉપરાંત સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવનાર ભારત બાયોટેકે બુધવારે પેનલ સમક્ષ પ્રેઝેન્ટેશન આપ્યું હતું. સાથે જ અમેરિકન કંપની ફાઈઝરે પોતાનો ડેટા રજુ કરવા માટે વધુ સમય માગ્યો છે.

    એક્સપર્ટ પેનલ પાસેથી મંજૂરી મળ્યા પછી કંપનીઓની એપ્લિકેશન ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે ફાઈનલ અપ્રૂવલ માટે જશે. સરકાર આ જ મહિને વેક્સિનેશન શરૂ કરવાના હેતુંથી તૈયારી કરી રહી છે. જેના માટે આવતી કાલે એટલે કે 2 જાન્યુઆરીએ આખા દેશમાં વેક્સિનનો ડ્રાઈ રન કરાશે. ડ્રાઈ રનના એક દિવસ પહેલા આ મીટિંગ યોજાવા જઈ રહી છે.આ પહેલા ગુરુવારે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ડો. વીજી સોમાનીએ કહ્યું હતું કે, નવું વર્ષ આપણા માટે હેપ્પી હશે, કારણ કે ત્યારે આપણા હાથમાં કંઈક હશે. આનાથી માનવામાં આવી રહ્યું છે કે ઝડપથી કોઈ વેક્સિનને અપ્રૂવલ મળી શકે છે. ભારત અમેરિકા પછી કોરોનાથી પ્રભાવિત દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે.સરકારે આગામી છથી આઠ મહિનામાં 30 કરોડ લોકોને વેક્સિન લગાડવાની યોજના બનાવી છે.

    સસ્તી હોવાના કારણે ઓક્સફોર્ડ વેક્સિન સરકારની સૌથી મોટી આશા છે. જો કે, સરકારે અત્યાર સુધી સિરમ ઈન્સ્ટીટ્યૂટ સાથે તેની ખરીદીની સમજૂતી પર હસ્તાક્ષર નથી કર્યાં. કંપનીનું કહેવું છે કે તે પહેલા પોતાના ઘરેલું બજાર પર ફોકસ કરશે. ત્યારપછી તે દક્ષિણ એશિયાના દેશ અને આફ્રીકાને એક્સપોર્ટ કરાશે.વેક્સિન બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપનીના CEO અદાર પૂનાવાલાએ સોમવારે જણાવ્યું હતું કે, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનના લગભગ પાંચ કરોડ ડોઝ પહેલાથી જ તૈયાર થઈ ચૂક્યાં છે.આગામી વર્ષે માર્ચ સુધી 10 કરોડ ડોઝ બનાવવાનું આયોજન છે.

  • 1.અમેરિકામાં ફાઈઝર અને મોડર્નાની વેક્સિનને ઈમર્જન્સી યુઝનું અપ્રૂવલ મળી ચૂક્યું છે.
  • 2.બ્રિટને ફાઈઝર અને એસ્ટ્રોજેનેકે વેક્સિનને મંજૂરી આપી દીધી છે. અહીં વેક્સિનેશન ચાલી રહ્યું છે.
  • 3.ચીને તાજેતરમાં જ સ્વદેશી કંપની સિનોફાર્મની વેક્સિનને અમુક શરતો સાથે મંજૂરી આપી દીધી છે.
  • 4.રશિયામાં પણ સ્વદેશી વેક્સિન સ્પૂતનિક V દ્વારા માસ વેક્સિનેશન શરૂ કરવામાં આવી ચૂક્યું છે.
  • 5.કેનેડાએ ફાઈઝર અને બાયોએનટેકની વેક્સિનને મંજૂરી આપી દીધી છે.

Download Our B K News Today App



Related News