બનાસકાંઠા જિલ્લામાં કોરોના રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-23 11:44:37
  • Views : 358
  • Modified Date : 2021-08-23 11:44:37

     બનાસકાંઠા જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ૧૮ વર્ષ ઉપરના ૧૫ લાખ લોકોને કોરોના રસી આપીને કોરોના સામે સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીનલ ખરેએ મિડીયાને માહિતી આપતાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં ૨૫ લાખની વસતી ૧૮ વર્ષ ઉપરની છે, જેમાંથી ૧૫ લાખ લોકોને કોરોના રસીના પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ-૬૧ ટકા જેટલી કામગીરી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કહ્યું કે, લોકોમાં હવે જાગૃતતા આવી રહી છે ત્યારે જિલ્લાના ડીસા અને દિયોદર તાલુકાના ૧૯૩ ગામોમાં પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ થયું છે અને બે તાલુકાઓમાં કુલ-૭૦ ટકાથી વધુ રસીકરણ થયું છે. મેડીકલ ઓફિસરોની મહેનતથી ૯૦ ટકાથી વધુ રસીકરણ થયું હોય તેવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડીસા અર્બન-, રૈયા, ફોરણા, આગથળા અને થરાદ અર્બનનો સમાવેશ થાય છે. યાત્રાધામ અંબાજીમાં આવતા શ્રધ્ધાળુઓની સુરક્ષા ધ્યાને લઇ અંબાજીમાં ૯૫ ટકાથી વધુ રસીકરણ થયું છે. સૂઇગામ અને વાવ તાલુકામાં પણ ૪૫ ટકાથી વધુ રસીકરણ થયું છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જેવા મોટા જિલ્લામાં ૧૪ તાલુકાઓમાંથી ૧૨ તાલુકાઓમાં આરોગ્ય કર્મીઓની મહેનતના લીધે ૬૦ ટકાથી વધુ રસીકરણ થયું છે. તેમણે કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે રસીકરણ દ્વારા હર્ડ ઇમ્યુનીટી લાવવી જરૂરી છે તથા તમામ તાલુકાઓમાં ઓક્શિજન પ્લા ન્ટ શરૂ કરવાની કામગીરી પણ ચાલુ છે તેમ તેમણે જણાવ્યું હતું.

 

Download Our B K News Today App



Related News