અર્બન હેલ્થ સેન્ટર ડીસા ખાતે કોરોના વેક્સિનેશન ૧૦૦ કરોડને પાર ની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-23 11:50:59
  • Views : 264
  • Modified Date : 2021-10-23 11:50:59

 

    કોરોના મહામારી થી વિશ્વના તમામ દેશો ની આર્થિક પરિસ્થિતિ બહુ વિકટ બની હતી એ સમયે કોરોના ની અંદર કારગર ઉપચાર તરીકે વેક્સિન આપી અને લોકોને સુરક્ષિત કરી શકાય એવી વૈજ્ઞાનિકો દ્વારા ખાત્રી બાદ તમામ દેશોએ આ પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં ભારત દેશમાં પણ વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ સમય દરમ્યાન આજે સંપૂર્ણ ભારત દેશમાં વેક્સિનેશન પ્રક્રિયામાં વિશ્વમાં સૌથી ઝડપી સો કરોડ વેક્સિનેશન ના ડોઝ આપીને ભારતે એક સિદ્ધિ હાંસિલ કરી છે જેના ખુશી અને ઉત્સવ મનાવવા માટે આજે ભારતમાં અલગ-અલગ આરોગ્ય વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા ખાતે ધારાસભ્ય શશીકાન્ત ભાઈ પંડ્યા ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર દ્વારા સવારે તેમજ સાંજે રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા ના વરદ હસ્તે સો કરોડનો ડોઝ આપવાની સિદ્ધિને ખુશીઓ મનાવી ને આરોગ્ય વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ડીસા રામનગર અર્બન હેલ્થ સેન્ટર માં ર્ડો જીતેન્દ્ર ગૌસ્વામી ic THO મેડિકલ ઓફિસર ર્ડો કે પી દેલવાડીયા અર્બન હેલ્થ સેન્ટર ના મેડિકલ ઓફિસર ર્ડો જીતેન્દ્ર પારગી સાહેબ સુપરવાઇઝર હરિસિંહ જી ચૌહાણ ની હાજરીમાં મહાનુભાવો દ્વારા આરોગ્ય તંત્રની આ સફળતાને વધાવીને ઉત્સાહપૂર્વક કામગીરીને બિરદાવવા માં આવી હતી

Download Our B K News Today App



Related News