સરસ્વતી તાલુકાનું એદલા ગામ થયું કોરોનામુક્ત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-06 11:46:36
  • Views : 280
  • Modified Date : 2021-05-06 11:46:36

     કોરોનાનું સંક્રમણ ગ્રામીણ વિસ્તારોમાં વધતા ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક રીતે સજ્જડ લોકડાઉનનું પાલન કરીને ગામને કોરોનામુકત કરવા પાટણ જિલ્લાના અનેક ગામો દ્વારા સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે...પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનું એદલા ગામ સરપંચ અને સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી કોરોના સંક્રમણને અટકાવીને કોરોનાથી મુક્ત ગામ બન્યું છે.સરસ્વતી તાલુકાના એદલા ગામમાં શરૂઆતમાં કોરોનાના કેસ નોંધાતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત સ્ટાફ દ્વારા ગામમાં મોટાપાયે કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની સ્ટ્રેટજી અનુસાર ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ મુજબ કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવેલ લોકોનું ટેસ્ટીંગ કરીને જો તેઓ પોઝીટીવ આવે તો તરત જ સારવાર મળી રહે એ માટે દવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું. ગામના સરપંચ અમૃતભાઈ રબારીએ યુવાનોની ટીમ બનાવી થોડાક દિવસો સુધી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવા માટે ગામલોકોને સમજાવ્યા તેમજ ગામના નાગરિકોએ પણ કોરોનાના કેસો વધતા સર્વસંમતથી બિનજરૂરી અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો હતો.
         
   આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગામમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી કરીને પ્રત્યેક વ્યક્તિના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી
અને જો કોઈ વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય તો મેડીકલ કીટ આપી સારવાર શરૂ કરવામાં આવી હતી.તેમજ કોરોનાના દર્દીઓ સંપૂર્ણ હોમ આઈસોલેશનનું પાલન કરે એની પૂરી કાળજી આરોગ્ય વિભાગની ટિમ દ્વારા લેવામાં આવી હતી.

     ગામમાં એક જ દિવસમાં ૪૫ વર્ષથી વધુ વયના ૯૦થી વધુ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. અને અત્યારે એદલા ગામ સંપૂર્ણ રીતે કોરોનામુક્ત થયું છે. અને પાટણ જિલ્લાના અન્ય ગામોને સ્વૈચ્છિક પ્રયાસોથી કોરોનામુક્ત ગામ થવા માટે માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે.

Download Our B K News Today App



Related News