પોઝિટિવ કેસનો આંક ૩૨૪૩૨ પર પહોંચ્યો, કુલ ૨૯૪૪૯ રિકવર અને મૃત્યુઆંક ૯૬૬ થયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-13 12:00:52
  • Views : 331
  • Modified Date : 2020-10-13 12:00:52

   મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૩૨૪૩૨ પર પહોંચી ગયો છે. આ સાથે શહેરમાંથી ૧૮૨ અને જિલ્લામાંથી ૧૦૫ દર્દી મળી ૨૮૭ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાથી સાજા થયા તેથી તેમને રજા આપવામાં આવી છે. શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક ૯૬૬ થયો છે આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા ૨૯ હજારને પાર કરી ૨૯૨૪૯ થઈ ગઈ છે.

  સુરત સિટીમાં કુલ ૨૩૦૬૦૨ પોઝિટિવ કેસમાં ૬૯૬ ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ ૮૮૩૦ કેસ પૈકી ૨૭૦ ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ ૩૨૪૩૨ કેસમાં ૯૬૬ ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ ૨૧૫૭૦ દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ ૭૬૭૯ દર્દી સાજા થયા છે.

સિવિલ હોસ્પિટલ : ૯૦ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૬૬ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૯ વેન્ટિલેટર, ૧૨ બાઈપેપ અને ૪૫ દર્દીઓ ઓક્સિજન પર છે.

સ્મીમેર હોસ્પિટલ : આજ રોજ ૬૩ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૪૭ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૫ વેન્ટિલેટર, ૧૨ બાઈપેપ અને ૩૦ દર્દીઓ ઓક્સિજન પર છે.

Download Our B K News Today App



Related News