પોઝિટિવ કેસનો આંક 23,113 પર પહોંચ્યો, મૃત્યુઆંક 851 અને કુલ 19,860 રિકવર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-09 12:24:55
  • Views : 322
  • Modified Date : 2020-09-09 12:24:55

       મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 23 હજારને પાર કરી 23,113 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 851 થઈ ગયો છે. ગત રોજ શહેરમાં 153 અને જિલ્લામાં 56 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 19,860 પર પહોંચી ગઈ છે.સુરત સિટીમાં કુલ 17,854 પોઝિટિવ કેસમાં 637ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 5259 પૈકી 214ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 23,113 કેસમાં 851ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 15,628 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 4232 દર્દીઓ સાજા થયા છે. નવી સિવિલ હોસ્પિટલમાં 138 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 89 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 3 વેન્ટિલેટર, 17 બાઈપેપ અને 69 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 58 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 52 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર, 16 બાઈપેપ અને 32 દર્દીઓ ઓક્સિજન પર છે.

Download Our B K News Today App



Related News