પોઝિટિવ કેસનો આંક 49823 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1128 અને કુલ 47629 દર્દી રિકવર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-04 11:54:54
  • Views : 259
  • Modified Date : 2021-01-04 11:54:54

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 49823 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1128 થયો છે. ગત રોજ શહેરમાંથી 118 અને જિલ્લામાંથી 20 મળી 138 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 47629 થઈ ગઈ છે. શહેરમાં સિટીમાં કુલ 37241 પોઝિટિવ કેસમાં 843નાં મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 12582 પૈકી 285ના મોત થયા છે.

સુરત શહેર જિલ્લામાં કુલ 49823 કેસમાં 1128ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 35644 દર્દીને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 11985 દર્દી સાજા થયા છે. સિટી અને જિલ્લા મળી કુલ 47629 દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે. શહેરમાં નવા નોંધાયેલા કેસમાં બિલ્ડર, ડોક્ટર અને પાલિકા કર્મચારી સહિત અનેક સંક્રમિત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 2 વિદ્યાર્થી, ગેરેજ કર્મચારી, વેસ્ટ ઝોનમાં બિલ્ડર, ઈસ્ટ ઝોનમાં ફાર્મસી કર્મચારી, પ્રાઈવેટ ડોક્ટર, સેન્ટ્રલ ઝોનમાં પાલિકાના મહેકમ વિભાગના પ્યુન તેમજ જરીના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.




Download Our B K News Today App



Related News