વધુ 278 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 29735 થયો, 2 મોત સાથે મૃત્યુઆંક 933 પર પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-03 11:33:13
  • Views : 355
  • Modified Date : 2020-10-03 11:33:13

   કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 278 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 29,735 પર પહોંચ્યો છે. 2 મોત સાથે મૃત્યુઆંક 933 થયો છે. શહેરમાંથી આજે 179 અને જિલ્લામાંથી 118 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જેથી રિક્વર થયેલાની સંખ્યા 26,307 પર પહોંચી છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2495 એક્ટિવ કેસ છે.

સિટીમાં કુલ 21,678 અને જિલ્લામાં 7779 કેસ
સુરત સિટીમાં કુલ 21,678 પોઝિટિવ કેસમાં 677ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 7779 કેસ પૈકી 254ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 29,457 કેસમાં 931ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 19,567 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 6443 દર્દી સાજા થયા છે.

સિવિલ અને સ્મીમેરમાં 17 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 141 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 95 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર, 16 બાઈપેપ અને 74 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 50 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 38 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 12 વેન્ટિલેટર, 11 બાઈપેપ અને 15 દર્દીઓ ઓક્સિજન પર છે.

Download Our B K News Today App



Related News