પોઝિટિવ કેસનો આંક ૩૨,૬૮૦ પર પહોંચ્યો, અને કુલ રિકવર ૨૯,૫૨૫ રિકવર, મૃત્યુઆંક ૯૬૯ થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-14 12:41:24
  • Views : 343
  • Modified Date : 2020-10-14 12:41:24

  મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૩૨,૬૮૦ પર પહોંચી ગયો છે. ગત રોજ શહેરમાંથી ૧૮૧ અને જિલ્લામાંથી ૮૫ દર્દી મળી ૨૬૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાથી સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક ૯૬૯ થયો છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ ૨૯,૫૧૫ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાથી સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે..

  સુરત સિટીમાં કુલ ૨૩,૭૭૧ પોઝિટિવ કેસમાં ૬૯૯ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ ૮૯૦૯ કેસ પૈકી ૨૭૦ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ ૩૨,૬૮૦ કેસમાં ૯૬૯ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ ૨૧૭૫૧ દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ ,૭૬૪ દર્દી સાજા થયા છે.


  સિવિલ હોસ્પિટલમાં ૯૬ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૫૯ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૨ બાઈપેપ, વેન્ટિલેટર, અને ૪૧ દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં ૬૧ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૫૧ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૪ બાઈપેપ, વેન્ટિલેટર અને ૩૩ દર્દીઓ ઓક્સિજન પર છે.

Download Our B K News Today App



Related News