પાલનપુરના વાસણી અને ગઢના ૧૬ લોકોના કોરોના સેમ્પલ લેવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-02 12:34:28
  • Views : 1531
  • Modified Date : 2020-05-02 12:34:28

પાલનપુરના વાસણીના યુવકનો અમદાવાદ ખાતે ગત ૨૮ એપ્રિલ કોરોનાનો રીપોર્ટ
પોઝીટીવ આવતા વાસણી ગામના ૭ લોકોના સેમ્પલ લેવાયા હતા અને આ તમામ લોકોના રીપોર્ટ નેગિટીવ આવ્યા હતા. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે દરમિયાન બીજા વાસણીના પ લોકોના સેમ્પલ અને ગઢના ૧૧ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ગઢના કે જેઓ બહારથી આવેલા હોય તેમજ આરોગ્યની કામગીરીમાં આવતા રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગઢ ખાતે આવેલી બંધ પ્રાથમિક શાળાના મેદાનમાં મડાણા
પીએચસીના ડો. એકતા ચૌધરી તથા આરએસબીકે મેડીકલ ઓફિસર ડો. કવીતા જોષીની ટીમ તેમજ ડીસા ખાતેની કોવિડ ભણસાલી હોસ્પિટલના ડોકટરોની ટીમ દ્વારા તમામ લોકો પીસીઆર મેથડથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. તમામ સેમ્પલ લઈ ડીસા કોવિડ
હોસ્પિટલ ખાતે લઈ જઈ અમદાવાદ મોકલવાની તજવીજ હાથ ધરી હતી. આમ કોરોનાને લઈને બનાસકાંઠાનું આરોગ્ય વિભાગ સતત સતર્કતા દાખવીને કોરોનાની મહામારીને નાબુદ કરવાના પ્રયાસો કરી રહ્યુ છે. 

Download Our B K News Today App



Related News