રાજકોટમાં કોરોનાથી 30નાં મોત, પોઝિટિવ કેસની સંખ્યા 3960 પર પહોંચી, 1355 દર્દી સારવાર હેઠળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-09 11:52:59
  • Views : 311
  • Modified Date : 2020-09-09 11:52:59

    રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજકોટમાં કોરોનાથી 30 લોકોના મોત નિપજ્યાં છે. શહેરમાં 22, ગ્રામ્યમાં 4 અને અન્ય જિલ્લાનાં 4 દર્દીના મોત થયા છે. છેલ્લા 3 દિવસમાં 86 દર્દીના મોત નિપજ્યાં છે. જ્યારે શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 3960 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 125 જેટલા ડોક્ટર કોરોનાગ્રસ્ત થયા છે. રાજકટોની અલગ અલગ હોસ્પિટલમાં હાલ 1355 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર અને મોરબી સહિત છ જિલ્લામાં મંગળવારે 212 કેસ નોંધાયા હતા. જ્યારે જામનગરમાં 10 દર્દીના મૃત્યુ થયા હતા. લોકો માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર રહીને બેદરકારી દાખવે છે અને જાણે અજાણ્યે કોરોના ફેલાવવામાં નિમિત્ત બને છે. કોરોના લાગુ થયો હોય ત્યારે એકમાત્ર તબીબ જ તેમની સારવાર કરી શકે છે. તેમજ તેમના પરિવારની ચિંતા આરોગ્ય વિભાગ પર હોય છે. કોરોના વોરિયર પણ હવે કોરોનાગ્રસ્ત બની રહ્યા છે. માત્ર રાજકોટની જ વાત કરીએ તો અત્યાર સુધીમાં 125 ડોક્ટર કોરોનાગ્રસ્ત થયા છે અને તેમાંથી હાલમાં 25 તબીબની સારવાર ચાલી રહી છે તેમજ ઘણા તબીબોએ તો કોરોનામાંથી બહાર આવીને ફરીથી દર્દીઓની સેવા શરૂ કરી દીધી છે.

Download Our B K News Today App



Related News