રાજકોટમાં 2ના મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8867 પર પહોંચી, 413 દર્દી સારવાર હેઠળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-07 11:31:09
  • Views : 432
  • Modified Date : 2020-11-07 11:31:09

              રાજકોટમાં કોરોનાથી 2 દર્દી ના મોત થયા છે.જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8867 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 413 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં શુક્રવારે 52 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે.રાજકોટમાં સપ્તાહની શરૂઆતમાં કેસની સંખ્યા ઓછી રહ્યાં બાદ ફરીથી કેસ વધવા લાગ્યા છે. શુક્રવારે નવા 109 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં શહેરના 69 જ્યારે ગ્રામ્ય વિસ્તારના 40 છે. આ સાથે રાજકોટ જિલ્લામાં કુલ કેસનો આંક 13009ને પાર કરી ગયો છે. બીજી તરફ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા હજુ પણ ઓછી થઈ રહી છે. હાલની સ્થિતિએ 2500માંથી 2195 કરતા વધુ બેડ ખાલી છે. આ ઉપરાંત સમરસ હેલ્થ સેન્ટર જેવી હોસ્પિટલમાં એકપણ દર્દી ન રહેતા તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.રાજકોટમાં ગુજરાતમાં પ્રથમ કોરોનાના શબ પરિક્ષણ માટે મંજૂરી મળી હતી અને અત્યાર સુધીમાં કુલ 25 પરિક્ષણ થયા હોવાનું ડો. હેતલ ક્યાડાએ જણાવ્યું છે. કોરોના વાઇરસની શરીરના વિવિધ અંગો પર થતી અસરને જાણવા તેમજ તેના આધારે સારવારની નવી પધ્ધતિઓની શોધ થઈ શકે છે. 25 ઓટોપ્સીમાંથી 22નું માઈક્રોસ્કોપિક અધ્યયન થઈ ગયું છે અને 3નું બાકી છે જે આગામી દિવસોમાં પૂરું થઈ જશે. કોરોનાના કેસ ઓછા થતા 22 શબ સાથે રિસર્ચ પૂર્ણ કરવાનું હતું જો કે ત્યારબાદ બીજા 3 પરિવારો શબ પરિક્ષણ માટે રાજી થતા રિસર્ચ ચાલુ રાખ્યું છે. અાગામી સપ્તાહ સુધીમાં રિસર્ચ પૂરું થઈ જાય તેવી શક્યતા છે.એકપણ રજા લીધા વગર રાજકોટ સિવિલનો 550 વ્યક્તિઓનો નર્સિંગ સ્ટાફ કોરોના સંક્રમિત દર્દીઓ માટે દેવદૂત સમાન કામગીરી કરી ફ્લોરેન્સના નામને સાર્થક કરી રહ્યાં હોવાનું પી.ડી.યુ મેડિકલ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ડો.હિતેન્દ્ર જાખરીયા ગૌરવે જણાવ્યું હતું. સતત 6 માસથી તેઓ અવિરત કોરોના સામે ફ્રન્ટ લાઈન પર કામગીરી બજાવી રહ્યા છે. નર્સ મહિલા બહેનો ઘર પરિવારની જવાબદારી ઉપરાંત હોસ્પિટલની ડ્યૂટી નિભાવી રહ્યાં છે. જે તેમની કર્તવ્યનિષ્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. નર્સ મહિલા તેમજ ભાઈઓ સેમ્પલ લેવા માટે રિમોટ વિસ્તારમાં પણ જતા હોઈ સતત 8થી 10 કલાક PPE કીટ, માસ્ક અને ગ્લોવ્ઝમાં પરસેવે નહાઈ જનસમૂહને મદદરૂપ બની રહ્યાં છે.

Download Our B K News Today App



Related News