રાજકોટમાં કુલ કેસની સંખ્યા 6500ને પાર, 986 દર્દી સારવાર હેઠળ, 60 વર્ષથી વધુ વયના દર્દીઓમાં રિકવરી રેટ વધ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-04 12:32:00
  • Views : 357
  • Modified Date : 2020-10-04 12:32:00

    રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા 6500ને પાર કરી 6514 પર પહોંચી છે. રાજકોટમાં 986 દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે રાજકોટમાં 111 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજકોટમાં 60 વર્ષથી વધુ વયના દર્દીઓમાં રિકવરી રેટ વધ્યો છે.

60 વર્ષથી વધુ વયના દર્દીઓમાં પણ રિકવરી રેટ વધ્યો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી એક જ દિવસમાં 60 વર્ષથી વધુની ઉંમરના તેમજ કો-મોર્બિડીટી ધરાવતા 12 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. આ ઉપરાંત 84 વર્ષ સુધીના દર્દીઓ પણ રિકવર થઈ ગયા છે. કોરોના સૌથી વધુ વૃદ્ધો પર અસર કરે છે અને મૃત્યુદર પણ તેમાં જ વધારે હોય છે ત્યારે રાજકોટ સિવિલમાં મૃત્યુદર ઘટ્યો છે, એની પાછળ વૃદ્ધોને રિકવરી કરવામાં મળેલી સફળતા છે. સિવિલમાં ખાસ મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરાઈ છે અને તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ ઉપરાંત 150 અટેન્ડન્ટ ટીમ તહેનાત રહે છે અને નજર રાખે છે અને પ્રોટોકોલ મુજબની સારવારને કારણે રિકવરી રેટ વધ્યો છે.

ધોરાજીના કોવિડ સેન્ટરમાં એસી, વેન્ટિલેટરની સંખ્યા વધારવા માંગ
ધોરાજીની કોરોના સરકારી હોસ્પિટલમાં એમડી તબીબની નિમણૂંક કરવા, વેન્ટિલેટર અને એસીની સુવિધાઓ વધારવા લોક માંગ ઉઠવા પામી છે. ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસનું સંક્રમણ વધતાં શહેરના વેપારી આગેવાનો, સંસ્થાઓએ કોરોના હોસ્પિટલ શરૂ કરવા રજૂઆત કરાઈ હતી જે અંગે સરકાર દ્વારા કોવીડ હોસ્પિટલ શરૂ કરાઈ છે અને ધોરાજી ,ઉપલેટા, જેતપુર, જામકંડોરણા સહિતના ગામોના કોરોનાના દર્દીઓ ને સરકારી હોસ્પિટલ નો લાભ મળી રહ્યો છે. પરંતુ અહીં વેન્ટિલેટરની ઘટ છે ત્યારે 4 વેન્ટિલેટર રાજ્ય સરકાર દ્વારા ફાળવાય તો દર્દીઓને ધોરાજીની કોરોના હોસ્પિટલમાંથી જૂનાગઢ રાજકોટ રીફર ન કરવા પડે અને ઘરઆંગણે સારી સુવિધાઓ મળી શકે. જેથી વેન્ટિલેટર અને એસીની સુવિધા વધારવા ધોરાજીના વિવિધ આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોવીડ હોસ્પિટલ શરૂ કરાઈ છે ત્યારે કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા સાંસદ રમેશભાઈ ધડૂક હોસ્પિટલમાં તબીબો તથા વેન્ટિલેટર નંગ-4 અને એસી સહિતની સુવિધાઓ વધારવા કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરાઇ છે.

Download Our B K News Today App



Related News