રાજકોટમાં 24 કલાકમાં 8ના મોત, કુલ કેસની સંખ્યા 10628 પર પહોંચી, 683 દર્દી સારવાર હેઠળ, સુપર સ્પ્રેડરનું કોરોના ટેસ્ટિંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-28 11:59:33
  • Views : 306
  • Modified Date : 2020-11-28 11:59:33

    રાજકોટમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. શહેરમાં કોરોના કેસની સંખ્યા 10628 પર પહોંચી છે. 683 દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે રાજકોટ જિલ્લામાં કુલ 139 પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજકોટમાં 24 કલાકમાં 8 દર્દીના મોત નીપજ્યા છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. કોવિડથી મોત થયા છે તે નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. રાજકોટ મહાનગરપાલિકાએ સુપર સ્પ્રેડર ગણાતા લોકોના કોરોના ટેસ્ટિંગ માટે કેમ્પ શરૂ કર્યા છે. શાકભાજીના ફેરીયાવાળા, ફુડ ડિલીવરી બોયના કેમ્પ કર્યા બાદ હવે ક્ષોરકર્મ ધંધાર્થીઓના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. આજે મનપાની વેસ્ટ ઝોન કચેરી ખાતે સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી કોરોના ટેસ્ટિંગ કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં ક્ષૌરકર્મ ધંધાર્થીઓને હેલ્થ કાર્ડ આપવામા આવશે.

    રાજકોટ શહેર કોરોનાના નવા 95 કેસ અને જિલ્લામાં 44 પોઝીટીવ દર્દીઓ નોંધાતા કુલ દર્દીઓની સંખ્યા 15778 થઇ છે. જેમાંથી 1014 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજા દિવસે 378 લોકોના સ્ક્રિનિંગ અને 247ના લોકોના ટેસ્ટિંગ કરતા બે લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. રાજકોટ શહેરમાં ગઈકાલે 81 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ રાજકોટ શહેરમાં શાસ્ત્રીનગર નાનામવા રોડ, ગીત ગુર્જરી સોસાયટી એરપોર્ટ રોડ, આર.કે. પાર્ક કાલાવડ રોડ, ફોરેસ્ટ કોલોની સાધુવાસવાણી રોડ, રાજહંસ સોસાયટી રૈયારોડ, જયગીત સોસાયટી કાલાવડ રોડ, ગુલાબ વાટિકા સોસાયટી અમીનમાર્ગ, રામનાથપરા, મેહુલનગર કોઠારીયા રોડ, મનહર પ્લોટને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે. જ્યારે રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે માધાપર મેરી ગોલ્ડ એવન્યુ, પડધરી તાલુકા પંચાયત પાછળ, મેટોડા રીયલ હાઇટ, જામકંડોરણાના દુધીવદરમાં વણકરવાસ, જેતપુરમાં ઉત્સવ હોટલ પાછળ, જસદણમાં સામત રોડ, ગોંડલના સુલ્તાનપુર પોસ્ટ ઓફિસ પાસે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરશે.

Download Our B K News Today App



Related News