છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 220 કેસ નોંધાયા, રાજકોટમાં 3નાં મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9700ને પાર, મંગળવારે 96 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-18 14:09:45
  • Views : 349
  • Modified Date : 2020-11-18 14:09:45

             રાજકોટમાં 24 કલાકમાં 3 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9700ને પાર પહોંચી ગઈ છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 220 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 400થી વધુ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં મંગળવારે 96 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે દિવાળીના તહેવારોમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થયો છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 220 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં 92 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 8 લોકોના મોત થયા છે.રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને નિવેદન આપતા કહ્યું કે છેલ્લા 2 દિવસથી OPDમાં વધુ લોકો કોરોના ટેસ્ટ કરવવા માટે આવી રહ્યાં છે. ડિસેમ્બર સુધી તંત્રને વેઈટ એન્ડ વોચ મોડ પર રખાયું છે. ટ્રાવેલિંગ પેટર્નનું ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. ક્યાં તાલુકામાં અને ક્યાં વિસ્તારમાં કેસ વધે છે તેનું એનાલિસીસ કરવામાં આવી રહ્યું છે. કેસ વધશે તે પ્રમાણે ઈન્ફ્રાન્સ્ટ્રક્ચર અને મેઈન પાવર એક્ટિવ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાયો છે. જેથી લોકોએ સેનેટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી છે.રાજકોટમાં કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી કલેક્ટર રેમ્યા મોહને સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં ડોક્ટરોને પોતાના વિસ્તારમાં ખાસ મોનિટરિંગ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સમરસ હોસ્ટેલમાં થોડા દિવસ પહેલા બંધ કરવામાં આવેલું ઓક્સિજન કોવિડ સેન્ટર જરૂર પડ્યે ફરી શરૂ કરવામાં આવશે. લોકો ટેસ્ટિંગ માટે વધુ આવી રહ્યા છે. કલેક્ટરે લોકોને માસ્ક પહેરવા અને સાવચેત રહેવા અપીલ કરી છે. આવતા દિવસોમાં શિક્ષણાધિકારી સાથે પણ બેઠક કરવામાં આવશે. ગામડાઓમાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે.રાજકોટ શહેરમાં દિવાળી દરમિયાન કેસની સંખ્યા પણ વધી રહી છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં જાણે કોરોનાએ દિવાળી વેકેશન રાખ્યું હોય તેવું માનીને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી અને જિલ્લા વિકાસ અધિકારી ડો. અનિલ રાણાવસિયાએ આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું છે. દિવાળી દરમિયાન ક્યા ગામોમાં કેટલા કેસ આવ્યા તે સહિતની વિગતો જાહેર કરાઈ નથી. વિગતો જાહેર ન કરાતા એ પણ પ્રશ્ન ઊભો થયો છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ખરેખર રજાના દિવસોમાં આરોગ્ય સેવાઓમાં અસર થશે કે પછી રજાઓનો જ માહોલ રહેશે. 

Download Our B K News Today App



Related News