રાજકોટમાં 24 કલાકમાં 31નાં મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4442 પર પહોંચી, બપોર બાદ દાણાપીઠ બંધ રહેશે

  • Published By :
  • Published Date : 2020-09-14 11:18:08
  • Views : 292
  • Modified Date : 2020-09-14 11:18:08

     રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. રાજકોટમાં 24 કલાકમાં 31 લોકોના મોત થયા છે. રાજકોટ શહેરના 24, ગ્રામ્યના 4 અને અન્ય જિલ્લાના 3 દર્દીના મોત થયા છે. કોવિડ મૃત્યુ અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4442 પર પહોંચી છે. રાજકોટમાં હાલ 1444 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં રોજ 100ની આસપાસ કોરોના કેસ નોંધાય રહ્યા છે. રાજકોટ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. કોરોના સંક્રમણ વધતા આજે બપોર બાદ દાણાપીઠમાં તમામ દુકાનો બંધ રહેશે. કોરોનાના કેસોમાં વધારો થતાં દાણાપીઠના વેપારીઓએ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. આજથી સવારે 8થી 3 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રહેશે. બપોર બાદ તમામ દુકાનો બંધ રહેશે. પરિસ્થિતિ કાબૂમાં આવી જશે તો 20 સપ્ટેમ્બરથી દુકાન શરૂ કરી દેવાશે.સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવી છે, લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજિયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. રાજકોટમાં NCPના નેતા રેશમા પટેલની પોલીસે અટકાયત કરી છે. સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓના સ્વજનોને મળવા પહોંચી હતી. જે દરમિયાન હોસ્પિટલમાં પ્રવેશ કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી હતી.

Download Our B K News Today App



Related News