રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9300ને પાર, 494 દર્દી સારવાર હેઠળ, તહેવાર સમયે જ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-13 12:59:48
  • Views : 264
  • Modified Date : 2020-11-13 12:59:48

              રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9300ને પાર પહોંચી ગઈ છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 494 દર્દી સારવાર હેઠળ છે. દિવાળીના તહેવાર સમયે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5-6 દિવસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.રાજકોટ જિલ્લામાં 2500 કરતા વધુ કોવિડ બેડ છે. તેમાં ફક્ત કોરોનાના દર્દીઓની સારવાર થાય છે અને સરકારી તેમજ ખાનગી બંને હોસ્પિટલ સમાવી લેવાઈ છે. એક તબક્કે નવા કેસની સંખ્યા ઘટીને 70 સુધી પહોંચી જતા હોસ્પિટલાઈઝેશન ઘટ્યું હતું અને ખાલી બેડની સંખ્યા 2200થી પણ આગળ વધી ગઈ હતી પણ હવે સ્થિતિમાં ફરી બદલાવ આવ્યો છે. દૈનિક કેસ વધતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે અને હાલની સ્થિતિએ 2173 બેડ ખાલી છે. એક મહિના દરમિયાન એક્ટિવ કેસની સંખ્યા 600થી ઓછા અથવા તેના નજીક જ રહ્યા હતા પણ હવે એક્ટિવ કેસની સંખ્યા 721 થઈ છે તેમજ કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી છે. હાલની સ્થિતિએ તંત્રના ચોપડે કોરોનાના કુલ 13698 કેસ નોંધાયા છે.છેલ્લા 5-6 દિવસથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં અચાનક જ ઉછાળો આવ્યો છે. ત્યારે દિવાળીના તહેવારો દરમિયાન લોકો વધુ સતર્ક નહીં રહે તો નવા ગુજરાતી વર્ષમાં કેસની સંખ્યા વધશે.

Download Our B K News Today App



Related News