રાજકોટમાં 24 કલાકમાં 4ના મોત-30 કેસ પોઝિટિવ,કુલ કેસની સંખ્યા 12 હજારને પાર, 816 દર્દી સારવાર હેઠળ, કોવિડ વેક્સિન માટેના સર્વનો આજે ત્રીજો દિવસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-12 13:31:12
  • Views : 416
  • Modified Date : 2020-12-12 13:31:12

    રાજકોટમાં 24 કલાકમાં 4ના મોત થયા છે. જ્યારે 30 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી પોઝિટિવ કેસની સંખ્યા 12 હજારને પાર પહોંચી ગઈ છે. શહેરમાં અત્યાર સુધીમાં 12011 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 816 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં શુક્રવારે 94 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોવિડથી અત્યાર સુધીમાં 138 લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.રાજકોટમાં દરરોજ 5થી 10 દર્દીઓ કે જેમની કોરોનાની સારવાર ચાલતી હોય તેના મોત નીપજી રહ્યા છે. તે રીતે મૃતાંક ઘણો ઊંચો થાય છે પણ તંત્રના ચોપડે રાજકોટ શહેરમાં 138 મોત નોંધાયા છે. કારણ કે જે પણ દર્દીનું મોત થાય ત્યારબાદ ડેથ ઓડિટ કમિટી તેના પર ચર્ચા કરીને મોત પાછળ ખરેખર કોરોના વાઇરસ જવાબદાર છે કે નહિ ત્યારબાદ જ નિષ્કર્ષ આપે છે અને નોંધ થાય છે. આ રીતે રોજ 5થી 10ના મોત થાય પણ ડેથ ઓડિટ કમિટી સપ્તાહે 2થી 5 માંડ મોત કોરોનાથી જાહેર કરે છે. આ દરમિયાન હવે નવા કેસ આવવાની સંખ્યા સ્થિર થઇ છે. ગઈકાલે શહેરમાં 96 અને ગ્રામ્યમાં 33 સાથે કુલ 129 કેસ નોંધાયા છે પણ તેની સાપેક્ષમાં હજુ સુધી મૃત્યુદરમાં નોંધનીય ઘટાડો આવ્યો નથી. શુક્રવાર સવારની સ્થિતિએ 8ના મોત નીપજ્યા હતા.

    રાજકોટમાં દરરોજ 5થી 10 દર્દીઓ કે જેમની કોરોનાની સારવાર ચાલતી હોય તેના મોત નીપજી રહ્યા છે. તે રીતે મૃતાંક ઘણો ઊંચો થાય છે પણ તંત્રના ચોપડે રાજકોટ શહેરમાં 138 મોત નોંધાયા છે. કારણ કે જે પણ દર્દીનું મોત થાય ત્યારબાદ ડેથ ઓડિટ કમિટી તેના પર ચર્ચા કરીને મોત પાછળ ખરેખર કોરોના વાઇરસ જવાબદાર છે કે નહિ ત્યારબાદ જ નિષ્કર્ષ આપે છે અને નોંધ થાય છે. આ રીતે રોજ 5થી 10ના મોત થાય પણ ડેથ ઓડિટ કમિટી સપ્તાહે 2થી 5 માંડ મોત કોરોનાથી જાહેર કરે છે. આ દરમિયાન હવે નવા કેસ આવવાની સંખ્યા સ્થિર થઇ છે. ગઈકાલે શહેરમાં 96 અને ગ્રામ્યમાં 33 સાથે કુલ 129 કેસ નોંધાયા છે પણ તેની સાપેક્ષમાં હજુ સુધી મૃત્યુદરમાં નોંધનીય ઘટાડો આવ્યો નથી. શુક્રવાર સવારની સ્થિતિએ 8ના મોત નીપજ્યા હતા.



Download Our B K News Today App



Related News