રાજકોટમાં ૨૪ કલાકમાં કુલ કેસની સંખ્યા ૭૧૦૦ને પાર, ૧૦ના મોત, ૯૧૩ દર્દી સારવાર હેઠળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-11 11:52:19
  • Views : 321
  • Modified Date : 2020-10-11 11:52:19

   રાજકોટમાં શનિવારે મહાનગરપાલિકા વિસ્તારમાં વધુ ૮૨ પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસ ૭૧૭૬ થયા છે. જેમાંથી ૯૧૩ દર્દી સારવાર હેઠળ છે અને ૨૪ કલાકમાં ૧૦ દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. ૯૮ વ્યક્તિ સારવાર દરમિયાન સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં કુલ ૨૬૭૧૯૨ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી ૨.૬૫ ટકા પોઝિટિવ રેટ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં કોરોનાના ૩૨ પોઝિટિવ દર્દીનો વધારો થતા કુલ કેસ ૩૩૨૮ થયા છે. આમ રાજકોટ શહેર અને જિલ્લામાં ૧૧૪ પોઝિટિવ દર્દીનો વધારો થયો છે.

  સાંસદ અભયભાઇ ભારદ્વાજના ફેફસાંમાં ડેમેજ થતા એક્મો મશીન પર રાખવામાં આવ્યા છે અને હાલ રાજકોટથી ચેન્નાઇની એમ.જી.એમ. હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. શિફ્ટ કરાયા બાદ ત્યાં તેઓ સ્ટેબલ થઇ ગયા છે. કોઇ મુશ્કલી આવી નથી. હવે ડોક્ટર સારવાર શરૂ કરશે. નીતિનભાઇ ધ્વારા જણાવ્યું હતું કે, અભયભાઇની તબિયત સ્થિર છે અને એક બાદ એક સારવાર શરૂ કરવામાં આવશે. ડો.બાલાકૃષ્ણ તેમની સારવાર કરી રહ્યા છે અને હાલ કોઇ તકલીફ નથી.

Download Our B K News Today App



Related News