રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9092 પર પહોંચી, 443 દર્દી સારવાર હેઠળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-10 14:18:13
  • Views : 437
  • Modified Date : 2020-11-10 14:18:13

            રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 443 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં સોમવારે 67 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.સોમવારે શહેરમાં 59 અને ગ્રામ્યમાં 31 સહિત નવા 90 કેસ નોંધાયા હતા. 4 દિવસ પહેલા 2200 કરતા વધુ બેડ ખાલી હતા. સોમવાર સવાર સુધીમાં 2184 બેડ ખાલી હોવાનું તંત્રે જાહેર કર્યુ છે. તંત્રના ચોપડે શહેરના 9092 અને ગ્રામ્ય વિસ્તારના 4226 સહિત રાજકોટ જિલ્લામાં કુલ 13318 કેસ નોંધાયા છે.છેલ્લા બે દિવસથી તેમાં અચાનક જ ઉછાળો આવ્યો છે ત્યારે તહેવારો દરમિયાન લોકો વધુ સતર્ક નહીં રહે તો નવા ગુજરાતી વર્ષમાં કેસની સંખ્યા વધશે.

Download Our B K News Today App



Related News