રાજકોટમાં 24 કલાકમાં 16ના મોત, શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 6193 પર પહોંચી, 975 સારવાર હેઠળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-01 11:19:55
  • Views : 288
  • Modified Date : 2020-10-01 11:19:55

   રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. જેથી હાલના સમયમાં માસ્કને વૅક્સિન સમજવાની જરૂર છે. રાજકોટમાં 24 કલાકમાં 16 લોકોના મોત થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 6193 પર પહોંચી ગઈ છે. જ્યારે શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 975 દર્દીઓ સારવાર હેઠળ છે. બુધવારે રાજકોટ સહિત જિલ્લામાં 151 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 102 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

શહેરમાં દરરોજ 800 સીટી સ્કેન થતા હતાં, હવે 1800 થાય છે!
કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. બીજી તરફ લોકો સીટી સ્કેનના માધ્યમથી કોરોના અંગે રિપોર્ટ કરાવી રહ્યા છે. જેના કારણે રાજકોટમાં 12 સીટી સ્કેન સેન્ટર, ખાનગી હોસ્પિટલ અને ટ્રસ્ટના સેન્ટરમાં 800 સીટી સ્કેન થતા હતા. હવે 1800 સીટી સ્કેન રોજ થાય છે. રેડિયોલોજિસ્ટ ડો.ગૌરાંગ રાવલે જણાવ્યું હતું કે, સીટી સ્કેનમાં કોરોનાની કેટલી અસર છે, ચેસ્ટમાં કેટલું નુકસાન થઇ રહ્યું છે તે સહિતની સચોટ માહિતી મળે છે. સીટી સ્કેનમાં 97 ટકા એક્યુરેશી છે, જ્યારે આરટીપીસીઆર ટેસ્ટમાં 60થી 70 એક્યુરેશી આવે છે. તેથી આરટીપીસીઆર ટેસ્ટમાં નેગેટિવ રિપોર્ટ આવ્યો હોય અને સીટી સ્કેનમાં કોરાડ 4 અથવા 5 જાહેર કર્યો હોય તો તે વ્યક્તિ પોઝિટિવ છે તેવું ગણીને ચાલવું જોઇએ.

ધોરાજી, જસદણ અને ગોંડલમાં 115 બેડની હોસ્પિટલ ઊભી કરાશે
રાજકોટના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ધોરાજી અને ગોંડલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અનુક્રમે 25, 35 અને 55 બેડની હોસ્પિટલ એમ મળીને રૂરલ એરિયામાં તાલુકા મથકે કુલ 115 બેડની હોસ્પિટલ ઓક્સિજન અને તબીબો તેમજ પેરામેડિકલ સ્ટાફની સગવડ સાથે ઊભી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News