કોરોનાના સંક્રમણને પગલે પોળો ફોરેસ્ટમાં શનિ અને રવિવારે પ્રવાસીઓ પ્રવેશ નહીં કરી શકે, રાતના 12 વાગ્યાથી જાહેરનામું લાગૂ પડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-03 11:13:20
  • Views : 317
  • Modified Date : 2020-10-03 11:13:20

    અરવલ્લીની ગિરીકંદરમાં સોહામણા સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આવેલું પોળો ફોરેસ્ટ વર્ષાઋતુમાં વરસાદી માહોલથી સોળેકલાએ ખીલી ઉઠ્યું છે. ત્યારે પોળો ફોરેસ્ટની મુલાકાત કરનાર પ્રવાસીઓનો ધસારો રોજેરોજ વધી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા કલેક્ટર સી જે પટેલે અઠવાડિયામાં બે દિવસ એટલે કે શનિવાર અને રવિવારે પોળો ફોરેસ્ટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોના મહામારીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે,

કોરોના સંક્રમણ મામલે ગયા રવિવારે જ ધારાસભ્યએ ચક્કાજામ કર્યો હતો
ઉલ્લેખનીય છેકે ગયા રવિવારે જ કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે સ્થાનિકો સાથે મળીને પોળો તરફનો રસ્તો ચક્કાજામ કરીને વિરોધ નોઁધાવતા ધારાસભ્ય અને અન્ય 32 સ્થાનિકોની પોલીસ અટકાયત કરી હતી. વિજયનગર તાલુકાના આંતરસુંબા આશ્રમ વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા સંક્રમિત શહેર-વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓ થકી સ્થાનિક લોકોમાં કોરોનાનો ડર પેદા થયા બાદ સ્થાનિક લોકોએ આંતરસુંબા એકત્રિત થતાં પોલીસે ઉમિયાનગર 3 રસ્તાથી પ્રવાસીઓને પરત મોકલી દીધા હતા.

3 અઠવાડિયામાં 6 દિવસ પોળો ફોરેસ્ટમાં પ્રવેશબંધી
સાબરકાંઠા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સી. જે. ચાવડાએ જાહેરનામું બહાર પાડી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 તથા ગુજરાત એપેડેમિક ડિસીઝ કોવિડ રેગ્યુલેશન 2020 અન્વયે મળેલી સત્તાની રૂએ હુકમ કર્યો છે. જેમાં અભાપુરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર જતા પ્રથમ 3 રસ્તા સુધીના રોડને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે. જાહેરનામા અનુસાર બહારથી આવતા પ્રવાસીઓને પ્રવેશબંધી છે. તારીખ 3 અને 4 ઓક્ટોબર, 10 અને 11 ઓક્ટોબર, 17 અને 18 ઓક્ટોબર દરમિયાન રાતના 12 વાગ્યાથી પ્રવેશ બંધી લાગૂ થઈ જશે.

ગયા મહિનાના મધ્યમાં પોળો ફોરેસ્ટ ડવલોપમેન્ટની બેઠક મળી હતી
ગઈ 19મી સપ્ટેમ્બરે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે.પટેલની અધ્યક્ષતામાં ફોરેસ્ટ, ટુરિઝમ, પોલીસ, મામલતદાર, પ્રાંત અને ટુરિઝમ કમિટીમાં સામેલ માર્ગ મકાન, માહિતી અને મહેસૂલના સબંધિત અધિકારીઓ તથા અધિક કલેકટર ઉપસ્થિત રહીને પોળો ફોરેસ્ટ ડેવલોપમેન્ટની બેઠક મળી હતી. તેમાં વાહન પાર્કિંગ માટે સરકારી પડતર જમીન છે તેને સમતળ કરીને હયાત ટેન્ટસિટીમાં પાર્કિગ કરવું અને ત્યાં વાહનો પાર્ક કરીને ટુરિઝમની બસમાં પ્રવાસીઓને લઇ જવા અંગે બેઠકમાં જ પ્રવાસન નિગમ સાથે ફોન પર વાત કરી મહત્તમ બસો ફાળવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. 20 બસોની માંગણી કરતાં 20 સપ્ટેમ્બરથી પ્રવાસીઓને સુવિધા ઉપલબ્ધ કરી દીધી છે અને ખાનગી રીક્ષાઓ પણ અવર-જવર કરવા છૂટ અપાઈ હતી.

Download Our B K News Today App



Related News