અમદાવાદમાં થલતેજ સ્મશાનની બહાર કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કાર બાદ PPE કીટ રોડ પર ફેંકી દેવાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-26 14:45:55
  • Views : 343
  • Modified Date : 2021-04-26 14:45:55

    અમદાવાદમાં કોરોનાનો કહેર હવે કાબુમાં નથી રહ્યો. સંક્રમિત થનારા હજારો લોકો મૃત્યુ પામ્યાં છે. ત્યારે તંત્ર અને દર્દીના સ્વજનોની ગંભીર બેદરકારીઓ પણ સામે આવતી રહે છે. શહેરમાં શબવાહિનીનો સ્ટાફ દિવસ રાત અનેક ડેડ બોડી લઈને સ્મશાને આવતો હોય છે. શબવાહીનીમાં લાવવામાં આવેલા મૃતક દર્દીના સ્વજનો પણ PPE કીટ પહેરીને અંતિમ વિધી માટે સ્મશાનમાં જતાં હોય છે અને કેટલાક બહાર પણ ઉભા હોય છે. ત્યારે સ્મશાનની બહાર PPE કીટ રઝળતી જોવા મળતી હોય છે. શહેરમાં બહાર કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કાર બાદ PPE કીટ રોડ પર ફેંકી દેવામાં આવી છે. આ ગંભીર બેદરકારીને કારણે કોરોનાનું સંક્રમણ વધે તો જવાબદાર કોણ? શુ સ્મશાનની અંદર PPE કીટના નિકાલની વ્યવસ્થા નથી?

    શહેરમાં અનેક વાર ધ્યાને આવ્યું છે કે PPE કીટ સ્મશાનની બહાર રઝળતી હોય છે.જેના કારણે કોરોનાનું સંક્રમણ વધી જાય છે. ત્યારે ડોકટરો પણ લોકોને આવી જગ્યાએથી દૂર રહેવા સલાહ આપે છે. તંત્ર દ્વારા આવી બેદરકારી દાખવવામાં આવે તો કેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી શકે છે જેની તંત્રએ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. હોસ્પિટલોમાં PPE કિટ નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તો સ્મશાનમાં પણ આની યોગ્ય નિકાલની વ્યવસ્થા થવી જોઈએ. જ્યારે અગાઉ પણ આ સ્મશાન ચર્ચામાં આવ્યું હતું કે જેમાં એક જ એમ્બ્યુલન્સમાં બે ડેડબોડી લઇ જવામાં આવી હતી. ત્યારે આ સ્મશાન કેમ અવાર નવાર બેદરકારીની ચર્ચામાં રહે છે.

    શહેરના થલતેજમાં આવેલા સ્મશાનમાં એક મહિલાનું મૃત્યુ થતા શબવાહિનીમાં મૃતદેહની અંતિમક્રિયા કરવા પતિ અને દીકરી બે લોકો જ આવ્યા હતા. આવા સંકટના સમયે કોરોનાના સંક્રમણથી સ્વજનો પણ આવતા ગભરાય છે. એવામાં કોઈના ખભે માથું મૂકીને રડી શકાય તેવા સ્વજનો પણ સાથે ન હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં અન્ય સ્વજનો કોરોનાગ્રસ્ત હોવાથી શરીરમાં નબળાઈના લીધે કાંધ આપી શકે તેવી પણ સ્થિતિમાં ન હોવાથી પૈસા આપીને કાંધિયા બોલાવવા પડે તેવા મામલા પણ સામે આવી રહ્યા છે.

    બીજી તરફ ઘરમાં એક સાથે બધા સભ્યો કોરોના સંક્રમિત આવતા જો કોઈ એકની સ્થિતિ બગડે તો કોરોના સંક્રમિત હોમ ક્વોરન્ટીન દર્દીને નિયમ તોડીને તેના માટે દોડા-દોડ કરવી પડતી હોય છે. એવામાં તેમની સ્થિતિ પણ ગંભીર થઈ શકે છે, સાથે અન્ય લોકોમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેતું હોય છે.​​​​​​​એપ્રિલમાં આવેલી કોરોનાની બીજી લહેર શહેર માટે ઘાતક પૂરવાર થઈ છે. પહેલી લહેરમાં સૌથી વધુ રોજિંદા કેસ 21 નવેમ્બરે 354 હતા. જ્યારે બીજી લહેરમાં શનિવારે નોંધાયા 5617 કેસ પહેલી લહેરના દૈનિક હાઈએસ્ટ કેસ કરતાં 16 ગણા વધુ છે.


Download Our B K News Today App



Related News