અમદાવાદથી કેવડિયા જતી જનસતાબ્દી એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન ફરી એકવાર રદ, મુસાફરો ઘટતા નિર્ણય લેવાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-20 13:15:29
  • Views : 227
  • Modified Date : 2021-05-20 13:15:29

    રાજ્યમાં કોરોનાની સ્થિતિ ધીરે-ધીરે કાબુમાં આવી રહી છે. પરંતુ હજુ પણ સંક્રમણનું પ્રમાણ વધુ છે. જેના કારણે લોકો હવે બસ-ટ્રેનમાં મુસાફરી કરવાની ટાળી રહ્યા છે. જેના કારણે પશ્ચિમ રેલવે દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદથી કેવડિયા જતી જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનને ફરી એકવાર રદ કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ અમદાવાદ-નાગપુર સ્પેશિયલ, અમદાવાદ મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેનોને પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

* આ ટ્રેનો રદ કરવામાં આવી
1. ટ્રેન નંબર 01138 અમદાવાદ - નાગપુર સ્પેશિયલ 20 મે, 2021 થી 1 જુલાઈ , 2021 સુધી રદ રહેશે.

2. ટ્રેન નંબર 01137 નાગપુર - અમદાવાદ સ્પેશિયલ 19 મે , 2021 થી 30 જૂન , 2021 સુધી રદ રહેશે.

3. ટ્રેન નંબર 05270 અમદાવાદ - મુઝફ્ફરપુર સ્પેશિયલ 29 . મે , 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.

4. ટ્રેન નંબર 05269 મુઝફ્ફરપુર - અમદાવાદ સ્પેશિયલ 27 મે , 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.

5. ટ્રેન નંબર 09247 અમદાવાદ કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ 20 મે , 2021 ના રોજ રદ રહેશે.

6. ટ્રેન નંબર 09250 કવાડિયા - અમદાવાદ જનશતાબ્દી સ્પેશિયલ 20 મે , 2021 ના રોજ રદ રહેશે.


    કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે. રાજ્યમાં 39મા દિવસે નવા કેસનો આંકડો ઘટીને 5 હજાર નજીક પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 7 લાખ 71 હજાર 447ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 340 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 6 લાખ 69 હજાર 490 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 92 હજાર 617 એક્ટિવ કેસ છે, જેમાંથી 742 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 91 હજાર 875 દર્દીની હાલત સ્થિર છે.

Download Our B K News Today App



Related News