ગુજરાતમાં 108 સિવાય પ્રાઈવેટ વ્હીકલમાં આવતા દર્દીઓને હોસ્પિટલો દાખલ પણ કરતી નથી, તો હાલ આ અંગે શું પોલીસી નક્કી કરાઈ તે અંગે કેન્દ્રને સવાલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-30 14:25:05
  • Views : 206
  • Modified Date : 2021-04-30 14:25:05

    સુપ્રીમ કોર્ટમાં કોરોના મામલામાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યું કે જરૂરી દવાઓનું ઉત્પાદન અને વિતરણ સુનિશ્ચિત શાં માટે થઈ રહ્યું નથી? કેન્દ્રએ સોગાંદનામામાં કહ્યું કે દર મહિને સરેરાશ એક કરોડ ત્રણ લાખ રેમડેસિવિર ઉત્પાદનન કરવાની ક્ષમતા છે, જોકે સરકારે માંગ અને સપ્લાઈની માહિતી ન આપી. કોર્ટે કહ્યું હતું કે હાલ કોરોનાનો નવો વેરીઅન્ટ RTPCR ટેસ્ટમાં પકડાઈ રહ્યો નથી. મેડિકલ સેન્ટર્સ દર્દીઓને પોઝિટિવ રિપોર્ટ વગર પાછા ધકેલે છે અથવા તો પછી ચાર્જ વધુ લે છે. અમદાવાદમાં તો 108માં ન આવ્યા હોય તેવા દર્દીઓને દાખલ પણ કરાતા નથી તો આવા સંજોગોમાં કઈ પોલીસી હાલ લાગુ કરાઈ છે?

    સુપ્રીમ કોર્ટે હિયરિંગમાં એ વાત પણ ટાંકી કે ગુજરાતમાં પ્રાઈવેટ વ્હીકલમાં આવતા લોકોને હોસ્પિટલમાં દાખલ કરતા નથી. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ આવી કેટલીક ફરિયાદો સાંભળવામાં આવી છે. ઓક્સિજન અને રેમેડિસિવર ઈન્જેક્શન મળતા નથી તે અંગે જો કોઈ સોશિયલ મીડિયામાં ફરિયાદ કરે તો તેમના વિરૂદ્ધ પોલીસ કોઈ જ કાર્યવાહી નહીં કરે, અને જો પોલીસ કાર્યવાહી કરશે તો તેમના વિરૂદ્ધ પગલાં લેવામાં આવશે તેવા પણ કોર્ટે નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્રએ ફાળવણીની રીત પણ બતાવી નથી. કેન્દ્રએ ડોક્ટરોને એમ કહેવું જોઈએ કે રેમડેસિવિર કે ફેબિફ્લૂના સ્થાને અન્ય યોગ્ય દવાઓ પણ દર્દીઓને જણાવો, મીડિયા જણાવી રહી છે કે RTPCRથી કોવિડના નવા વેરિઅન્ટની ઓળખ થઈ શકતી નથી, તેમાં પણ અનુસંધાનની જરૂરિયાત છે.

    આ સિવાય સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પુછ્યું કે તમે 18-45 વર્ષની ઉંમર ધરાવતા લોકોને વેક્સિન આપવાની યોજનાઓ જણાવો. શું કેન્દ્રની પાસે કોઈ કોષ પણ છે, જેનાથી ભાવ એકસરખો રાખી શકાય? કેન્દ્ર સરકારે એ વાત પણ જણાવવી પડશે ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યુટને કેટલુ ફન્ડ આપ્યું છે.જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું કે મેં ગાજિયાબાદમાં ગુરુદ્વારા લંગર વિશે વાંચ્યું, લોકો ચેરિટી કરી રહ્યાં છે. જોકે માત્ર અમે ચેરિટી પર ન છોડી શકીએ, વેક્સિનનું મૂલ્ય નિર્ધારણનો મુદ્દો અસાધરણ રૂપથી ગંભીર છે, આજે તમે કહો છો કે કેન્દ્રને આપવામાં આવેલી 50 ટકા વેક્સિનનો ઉપયોગ ફ્રન્ટલાઈન શ્રમિકો અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકોના રસીકરણ માટે કરવામાં આવશે, બાકીની 50 ટકાનો રાજ્યો દ્વારા ઉપયોગ કરવામાં આવશે, 59.46 કરોડ ભારતીય 45 વર્ષથી ઓછી ઉંમરના છે, તેમાંથી ઘણા ગરીબ છે, તેમને વેક્સિન ખરીદવાના પૈસા ક્યાંથી મળશે?


Download Our B K News Today App



Related News