રાજકોટમાં 24 કલાકમાં 5નાં મોત, 18 કેસ પોઝિટિવ, કુલ કેસની સંખ્યા 9174 પર પહોંચી, 462 દર્દી સારવાર હેઠળ, તહેવાર નજીક આવતાં જ પોઝિટિવ કેસની સંખ્યા વધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-11 14:03:37
  • Views : 715
  • Modified Date : 2020-11-11 14:03:37

               રાજકોટમાં 24 કલાકમાં 5નાં મોત થયાં છે. શહેરમાં18 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9174 પર પહોંચી છે, જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 462 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં મંગળવારે 60 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.કોરોના મહામારીમાં રાજકોટ મહાનગરપાલિકાએ માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં તહેવારોમાં દરેક શહેરીજનને સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે તેમજ ફટાકડા ફોડતી વખતે નાનાં બાળકો, સગર્ભા, વૃદ્ધો માટે ફટાકડા ફોડવા હિતાવહ નથી અને ફટાકડાના ધુમાડાથી દૂર રહેવું. બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાના ઘરે જાય તો નાની ઉંમરનાં બાળકો, સગર્ભા, વૃદ્ધો, લાંબી બીમારીથી પીડિત લોકોએ એકબીજાના ઘરે જવાનું ટાળવું. હોમ આઈસોલેશન કે હોમ ક્વોરન્ટીન વ્યક્તિઓએ બીજાના ઘરે જવું નહીં કે હોમ ક્વોરન્ટીન થયેલી વ્યક્તિથી દૂર રહેવું. સગાં-સંબંધીને મળવા જઈએ ત્યારે માસ્કનો ઉપયોગ કરવો તથા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો.રાજકોટમાં દિવાળીના સમયે જ કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. મંગળવારે રાજકોટ શહેરમાં 79, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 49 સહિત આ સપ્તાહના સૌથી વધુ 128 કેસ નોંધાયા છે. આ સાથે રાજકોટ શહેરમાં 9171 અને ગ્રામ્યમાં 4267 સહિત કુલ 13438 પોઝિટિવ કેસ થયા છે. છેલ્લા 3 દિવસમાં કેસની સંખ્યા વધતાં હોસ્પિટલાઈઝેશન તેમજ એક્ટિવ કેસ વધ્યા છે. હજુ દિવાળીના તહેવારોની શરૂઆત થઈ છે અને દિવાળી બાદ ફરી કોરોના કેસમાં વધુ ઉછાળો આવશે તેવી તંત્રને વકી છે.

Download Our B K News Today App



Related News