યુકેના નવા સ્ટ્રેનના કોરોના પોઝિટિવ દર્દીઓને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, બેવાર RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 11:31:04
  • Views : 272
  • Modified Date : 2021-01-07 11:31:04

    યુકેમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો હતો, જેને પગલે યુકેથી ભારત આવેલા તમામ પેસેન્જર્સનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 15 દિવસ પહેલાં યુકેથી આવેલા પેસેન્જર્સનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ચાર પેસેન્જર્સ પોઝિટિવ આવતાં તેમને SVP હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતાં. પુણેની લેબોરેટરીમાં મોકલાયેલાં સેમ્પલમાં તેમનામાં યુકેના વાઇરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો હતો. SVP હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચારેય દર્દીને મોડી સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દર્દીઓએ સાત દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. બે વખત તેમનો RT-PCR ટેસ્ટ કર્યા બાદ રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને રજા આપવામાં આવી છે.

    15 દિવસ પહેલાં યુકેથી આવેલી છેલ્લી ફલાઇટના પેસેન્જરોનો RT-PCR ટેસ્ટ એરપોર્ટ પર જ કરવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદના બે ભરૂચ, દીવના પેસેન્જરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. SVPમાં અલાયદા વોર્ડમાં જ તેમને સારવાર આપવામાં આવી રહી હતી. નવા સ્ટ્રેનની ચકાસણી માટે તેમનાં સેમ્પલ પુણે વાયરોલોજી લેબમાં ટેસ્ટ માટે મોકલતાં ચારેયના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 1 મહિનામાં યુકેથી આવેલા લોકોની તપાસમાં બીજા 6 લોકો પણ પોઝિટિવ આવતાં તેમનાં સેમ્પલ લેબમાં મોકલ્યાં છે, જેનો રિપોર્ટ બાકી છે.

Download Our B K News Today App



Related News