ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં ૯૮ કોરોના પોઝીટીવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-17 12:12:27
  • Views : 686
  • Modified Date : 2020-05-17 12:12:27

ગાંધીનગર જિલ્લાના ગામડાંઓમાં ગઇકાલ સાંજ
પછી કોરોના પોઝીટીવના નવા ૮ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે કોરોનાથી કોઈ દર્દીનું મૃત્યુ નિપજ્યું નથી કે કોઈ દર્દીને ડિસ્ચાર્જ પણ
આપવામાં આવ્યું નથી. જ્યારે ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૯૮ થઈ ગઈ છે.
 ગાંધીનગર જિલ્લામાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવનાં નવાં ૮ કેસ નોંધાયા છે. જિલ્લાની યાદી પ્રમાણે ગઇકાલ સાંજથી આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં કલોલ તાલુકાનાં ગઇકાલના પાંચ કેસો કોરોના પોઝીટીવ આવ્યાં છે. જ્યારે ગાંધીનગર, માણસા અને દહેગામ તાલુકામાં એક એક કેસ કોરોના પોઝીટીવ નોંધાયાં છે. કલોલ શહેરમાં એક ૫૭ આધેડ અને ૨૪ વર્ષીય યુવાન તેમજ ૪૨ વર્ષીય મહિલાને કોરોના પોઝીટીવ આવ્યો છે. જ્યારે કલોલ તાલુકાનાં પલસાણા ગામમાં ૭ વર્ષીય બાળા તેમજ રાચરડામાં ૧૮ વર્ષનાં યુવાનને કોરોના પોઝીટીવ આવ્યો છે.    આ ઉપરાંત ગાંધીનગર તાલુકાનાં છાલામાં ૨૫ વર્ષીય મહિલા તેમજ માણસા તાલુકાનાં અમરાપુરમાં ૨૦ વર્ષીય યુવતીને કોરોના
પોઝીટીવ આવ્યો છે. જ્યારે દહેગામ તાલુકાનાં ઝીંડવા ગામમાં ૨૫ વર્ષીય યુવાન કોરોના પોઝીટીવનો ભોગ બન્યો છે. આ સાથે ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધીમાં કોરોના  પોઝીટીવનાં કુલ ૯૮ કેસ નોંધાયા છે. તેમાંથી કુલ ૩૯ દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જીલ્લામાં કુલ ૬ દર્દીઓનાં મોત થયા છે. તો અત્યારે વેન્ટિલેટર ઉપર એક પણ દર્દી નહીં હોવાં સાથે ૫૩ દર્દીઓની હાલત સ્થિર છે.

Download Our B K News Today App



Related News