પાલનપુરના હોડા ખાતે મહિલાનો કોરોના પોઝીટીવ આવતા સર્વે હાથ ધરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-01 11:46:40
  • Views : 929
  • Modified Date : 2020-07-01 11:46:40

પાલનપુર તાલુકાના હોડા ખાતે રવિવારે એક કેસ કોરોના પોઝીટીવ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જે વિસ્તારમાંથી કેસ મળી આવેલ તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
 પાલનપુર તાલુકા હોડા ખાતે આવેલ પરા વિસ્તારમાં રહેતા સમજુબેન બાબુજી ઠાકોર ઉં.વ. ૬૦ ને શરદી ખાંસીની તકલીફ જણાતા ખાનગી તબીબ પાસે તપાસ કરવી સામાન્ય સારવાર લીધી હતી. ત્યારબાદ તેમને શ્વાસની તકલીફ થતા
પાલનપુર વિવિલ ખાતે બતાવવા ગયેલ અને ત્યાં તેમને કોરોનાના લક્ષણો જણાતા તેમનું સેમ્પલ લેવામાં આવતા તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેથી તેમને કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા છે. ત્યારે વેડંચા
પીએચસીના મેડીકલ ઓફિસર ડો. મીતાબેન કથીરીયાના માર્ગદર્શન હેઠળ વેડંચા
પીએચસીના આયુષ મેડીકલ ઓફિસર ડો. તરુણ ઠાકરે અને મ.પ.હે.વ. પ્રકાશ રાણા દ્વારા આશાવર્કર અને આશા ફેસીલેટરની અલગ અલગ ટીમો બનાવી સમગ્ર ગામમાં થર્મલગનથી સ્કેનીંગ કરી હોમીયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ અને ગ્રામપંચાયત દ્વારા સમગ્ર ગામને સેનીટાઈઝ કરવામાં આવ્યુ હતુ. તેમજ જે વિસ્તારમાંથી પોઝીટીવ કેસ મળી આવ્યો છે તે વિસ્તારને કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતા રાખી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News