પાટણ શહેરમાં કોરોના કેસનો વિસ્ફોટ, એકસાથે 8 કેસ પોઝિટિવ આવતા સમગ્ર પાટણ શહેરમાં ભયનો માહોલ સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-19 18:25:52
  • Views : 795
  • Modified Date : 2020-06-19 18:25:52

પાટણમાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે કોરોનાના નવા 8 કેસ આવ્યા છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે, આજે નોંધાયેલા તમામ આઠ કેસ પાટણ શહેરના છે. પાટણ શહેરમાં અત્યાર સુધી કોરોનાના કુલ 63 કેસ નોંધાયા છે. જેને લઇ હવે શહેરમાં કોરોના વાયરસના ચેપનો ફેલાવો ભયજનક સ્થિતિએ પહોંચી ગયો છે. આજે કોરોના રીપોર્ટ પોઝિટીવ આવેલા દર્દીઓને તાત્કાલિક આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે

પાટણ જીલ્લામાં આજે કોરોનાના 7 પુરૂષ અને 1 મહિલા સહિત કુલ નવા 8 કેસ સામે આવ્યા છે. શહેરના ગીરધારી વાડામાં 58 વર્ષીય પુરૂષ, એકલવ્ય સ્કુલ પાસેથી ગોકુલધામ સોસાયટીમાં 45 વર્ષીય સ્ત્રી, સુભાષચોક પાસે 55 વર્ષીય પુરૂષ, લાખુવાડ દોશીવટ બજાર પાસે, માળીની ખડકીમાં 62 વર્ષીય પુરૂષ, શહેરના ગોળશેરીના ગોદડનો પાડો વિસ્તારમાં 47 વર્ષીય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ સાથે પાટણ શહેરના પટોળાવાળાની શેરીના નાકે 48 વર્ષીય પુરૂષ, બોરસણ રોડ ઉપપરની રાધે ગેલેક્ષીમાં 29 વર્ષીય પુરૂષ અને શહેરના રાણકીવાવ રોડ પર આવેલી દ્રારકાનગરી સોસાયટીના ભાગ-1માં 38 વર્ષીય પુરૂષ સહિત કુલ 8 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પાટણ જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના 138 કેસ નોંધાયા છે.

Download Our B K News Today App



Related News