ગાંધીનગર ગ્રામ્યમાં ૪૦૬ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ ૬૦૦ પાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-25 11:57:12
  • Views : 295
  • Modified Date : 2020-06-25 11:57:12

ગાંધીનગર શહેર અને જિલ્લામાં અનલોક પછી કોરોના વાયરસનાં યથાવત રહેલાં કહેરમાં આજે કોરોના
પોઝીટીવના ૧૩ નવાં કેસો નોંધાયાં છે. ગાંધીનગર શહેરમાં ૩ સહિત કલોલ અને ગાંધીનગર તાલુકામાં ૫ અને ૬ સાથે ગ્રામ્યમાં કુલ ૧૬ કેસો નોંધાતાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૬૦૦ પાર થઈ ગઈ હોવા છતાં આરોગ્ય અને વહીવટી તંત્ર શાંત થઈ ગયું છે.
ગાંધીનગરમાં કોરોના
પોઝીટીવ કેસોના ટેસ્ટ ઓછાં થવાં છતાં કોરોના કેસોની સંખ્યા વધી જ રહી છે. જેમાં આજે નવાં ૧૬ કેસો નોંધાતાં ગાંધીનગર જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા કુલ ૬૦૭ થઈ ગઈ છે. જેમાં ગાંધીનગર ગ્રામ્યમાં જ કોરોના પોઝીટીવનો આંક ૪૦૦ને પાર થઈ ગયો છે. ગાંધીનગર શહેરમાં આજે નોંધાયેલાં નવાં ૩ કેસોમાં સેક્ટર ૭ ડી , ૨૭ અને સેક્ટર ૨૯ ખાતે એક એક નવાં કેસો નોંધાયાં છે.
ગાંધીનગર તાલુકામાં છ, દહેગામ તાલુકામાં એક, કલોલ તાલુકામાં પાંચ અને માણસા તાલુકામાં એક કેસ નોંધાયા છે. ગાંધીનગર તાલુકાના રાયસણ ગામામાં ૫૫ અને ૫૩ વર્ષીય
 પુરૂષ, કુડાસણ ગામમાં ૩૮ વર્ષીય યુવાન, ઝુંડાલ ગામમાં ૨૯ વર્ષીય સ્ત્રી, જમીયતપુરા ગામમાં ૩૩ વર્ષીય યુવાન, ખોરજ ગામમાં ૨૨ વર્ષીય યુવતીને કોરોના પોઝિટીવ આવ્યો છે. દહેગામ શહેરમાં ૩૩ વર્ષીય યુવાનને કોરોના
પોઝિટીવ આવ્યા છે.
કલોલ તાલુકાનાં જામળા ગામમાં ૫૦ વર્ષીય મહિલા, ડિગુંચા ગામમાં ૬૦ વર્ષીય મહિલા, કલોલ શહેરમા ૬૫ વર્ષીય મહિલા, ૭૪ વર્ષીય વૃઘ્‌ઘ અને ૩૩ વર્ષીય યુવાન અને માણસા તાલુકામાં
હિંમતપુરા ગામમાં ૬૧ વર્ષીય પુરૂષને કોરોના પોઝિટીવ આવ્યો છે. અત્યાર સુધી ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૪૦૬ કોરોનાના
પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં ૧૦૪ દર્દીઓ સારવાર હેઠળ છે. ૨૬૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૩૩ વ્યક્તિઓ મૃત્યૃ પામ્યા છે.

Download Our B K News Today App



Related News